Delhi Transgender Toilets: ટ્રાંસજેન્ડર્સ માટે અલગ શૌચાલય બનાવવા અંગે દિલ્હી સરકારે હાઈકોર્ટમાં જાણકારી આપતાં જણાવ્યું કે તેઓ ટ્રાંસજેન્ડર વ્યક્તિઓના ઉપયોગ માટે અલગ શૌચાલયોનું નિર્માણ કરવા માટે દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છે. આ કામને ફાસ્ટ ટ્રેક આધાર પર કરવામાં આવશે. આ સાથે કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્મા અને ન્યાયમૂર્તિ સુબ્રમણ્યમ પ્રસાદની ખંડપીઠને દિલ્હી સરકારે જણાવ્યું કે વિકલાંગ વ્યક્તિઓ માટે બનેલા 505 શૌચાલયોને ટ્રાંસજેન્ડર વ્યક્તિઓના ઉપયોગ માટે નામિત કરવામાં આવે.


નવા 56 શૌચાલયનું કામ ચાલી રહ્યું છેઃ દિલ્હી સરકાર


હાઈકોર્ટમાં જાણકારી આપતાં દિલ્હી સરકારે કહ્યું કે, ટ્રાંસજેન્ડર કે ત્રીજા લિંગના વ્યક્તિઓ માટે અલગ વોશરુમના નિર્માણ કાર્યને ફાસ્ટટ્રેક આધાર પર કરવામાં આવશે. રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું કે, ટ્રાંસજેન્ડરના ઉપયોગ માટે 9 નવા શૌચાલયો પહેલાં જ બનાવી દેવામાં આવ્યા છે. અને વધુ નવા 56 શૌચાલયોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. સરાકરે કોર્ટને એ પણ જણાવ્યું કે, ટ્રાંસજેન્ડર માટે અલગ શૌચાલય જલ્દી જ બનાવામાં આવશે.


સ્થિતિનો રિપોર્ટ આપવા કોર્ટે આદેશ કર્યો


સરકારે કોર્ટમાં એ પણ જણાવ્યું કે, ટ્રાંસજેન્ડરના ઉપયોગ માટે 9 શૌચાલય પહેલાં જ બની ચુક્યા છે અને હાલ 56 શૌચાલય બનાવવાનું કામ ચાલી રહ્યું છે. મુખ્ય ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્મા અને ન્યાયમૂર્તિ સુબ્રમણ્યમ પ્રાસદની પીઠે દિલ્હી સરકારને છ અઠવાડિયામમાં સ્થિતિનો રિપોર્ટ દાખલ કરવા માટે આદેશ આપ્યો છે. જેમાં કોર્ટે ટ્રાંસજેન્ડર વ્યક્તિઓના ઉપયોગ માટે બનાવામાં આવેલા શૌચાલયો વિશે જાણકારી ઉપલબ્ધ કરાવાની રહેશે. કોર્ટે કહ્યું કે આ મામલે હવે વધુ સુનાવણી 14 નવેમ્બરના રોજ થશે.


આ પણ વાંચોઃ


Gujarat Govt announcement : સાતમ-આઠમ અને દિવાળીએ સરકાર લોકોને 1 લિટર સીંગતેલ ફક્ત 100 રૂપિયામાં જ આપશે


L&T MoU: ગુજરાતને મળશે વધુ એક મોટી ભેટઃ વડોદરા પાસે સ્થપાશે IT અને ITeS ઇનેબલ્ડ સર્વિસીસ ટેક્નોલોજી પાર્ક