સિસોદીયાએ કહ્યું, દિલ્હી સરકારે ન માત્ર સેલરી આપવા તથા ઓફિસના ખર્ચ ઉઠાવવા માટે 3,500 કરોડ રૂપિયાની દર મહિને જરૂર છે. જ્યારે છેલ્લા બે મહિનામાં ટેક્સથી 500-500 કરોડ રૂપિયા જ એકત્ર થઈ ચુક્યા છે. બાકી સ્ત્રોતથી દિલ્હી સરકાર પાસે કુલ 1,735 કરોડ રૂપિયા આવ્યા છે.
મનીષ સિસોદિયાએ કહ્યું, અમે કેન્દ્ર સરકાર પાસે રાહત પેકેજ તરીકે 5000 કરોડ રૂપિયાની માંગ કરી છે. મેં કેન્દ્રીય નાણા મંત્રીને આ અંગે પત્ર પણ લખ્યો છે. નાણા મંત્રીએ રાહત ફંડમાંથી જે પૈસા રાજ્યોને આપ્યા છે તે દિલ્હી સરકારને હજુ મળ્યા નથી. આ કારણે ઘણી નાણાકીય મુશ્કેલીઓ છે. દિલ્હી સરકાર પાસે કોઈ ટેક્સ નથી આવી રહ્યો, કેન્દ્ર સરકાર પાસેથી આમ પણ દિલ્હી સરકારને કોઈ સહાયતા મળતી નથી.