નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વધતા આંકડાની વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પૂર્વ દિલ્હીની જીીટીબી હોસ્પિટલનો પ્રવાસ કર્યો. દિલ્હીમાં થઈ રહેલ આઈસીયૂ બેડની તંગીને જોતા સીએમ કેજરીવાલે જાહેરાત કરી હતી કે આગામી બે દિવસમાં 232 આઈસીયૂ બેડ જીટીબી હોસ્પિટલમાં વધારવામાં આવશે તેની સાથે જ આગામી થોડા દિવસમાં દિલ્હી સરકારની હોસ્પિટલમાં 663 આઈસીયૂ બેડ્સ વધારવામાં આવશે.

દિલ્હી સરાકરની 11 હોસ્પિટલમાં ICU બેડ્સની સંખ્યા વધારવામાં આવશે. આ મામલે સંબંધિત આદેશ દિલ્હી સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. દિલ્હી સરાકરે આ 11 હોસ્પિટલમાં મેડિકલ ડાયરેક્ટર અને ડાયરેક્ટરને ઓક્સીજનવાળા બેડ્સને ICU બેડમાં અપગ્રેડ કરીને ICU બેડ્સની સંખ્યા વધારવાના આદેશ આપ્યા છે. આ નિર્દેશને તાત્કાલીક પ્રભાવથી લાગુ કરવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હી સરાકરની આ 11 હોસ્પિટલમાં હાલમાં કુલ 1167 ICU બેડ્સ છે જેમાંથી 580 વેન્ટિલેટરની સાથે છે જ્યારે 587 વેન્ટિલેટર વગર છે.

દિલ્હી સરકારે આદેશ આપ્યા છે કે આ હોસ્પિટલોમાં 22 વેન્ટિલેટરની સાથે ICU બેડ વધરાવમાં આવે જ્યારે 641 વેન્લિટેર વગરના ICU બેડ વધારવામાં આવેસ. તેનાથી દિલ્હી સરકારની હોસ્પિટલોમાં વેન્ટિલેટરની સાથે ICU બેડની સંખ્યા 602, વેન્ટિલેટર વગરના ICU બેડની સંખ્યા 1228 થઈ જશે, અને કુલ બેડની સંખ્યા 1830 થઈ જશે.

નોંધનીય છે કે, દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 131 દર્દીઓના મોત થયા છે. આ સાથે મોતનો આંકડો વધીને 7943 થઇ ગયો છે. આ પહેલા 12 નવેમ્બરે કોરોનાથી 104 લોકોના મોત થયા હતા.

દિલ્હીમાં કોરોનાના કુલ પૉઝિટીવ કેસોનો આંકડો પાંચ લાખની પાર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7486 કેસ સામે આવ્યા છે. આ પછી કોરોનાના કુલ કેસનો આંકડો 5,03,084 થઇ ગયો છે. દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે માત્ર 10 દિવસમાં અંદાજે 60 હજાર કેસ નોંધાઇ ગયા છે. 9 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી કુલ 59,532 કોરોના કેસો રિપોર્ટ થયા છે.

દિલ્હીમાં અત્યાર સુધી સાડા ચાર લાખ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 6901 દર્દીઓ ઠીક થયા છે, અને અત્યાર સુધી 4,52,683 લોકો કોરોનાથી સજા થઇ ચૂક્યા છે. દિલ્હીમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 42,458 છે. દિલ્હીમાં કોરોનાનો સંક્રમણ દર 12.03 ટકા છે, અને કોરોનાથી રિક્વરી રેટ 89.98 ટકા છે.