પ્રયાગરાજઃ અલ્હાબાદ હાઇકોર્ટે તાજેતરમાં જ એક આદેશમાં કહ્યું કે બાળકનો પિતા કોણ છે, તે સાબિત કરવા માટે DNA સૌથી માન્ય અને વૈજ્ઞાનિક રીત છે. આ ઉપરાંત DNA ટેસ્ટ પહેલા પત્નીની બેવફાઇ પણ સાબિત કરી શકાય છે. કોર્ટે કહ્યું કે DNA ટેસ્ટથી તે સાબિત કરી શકાય છએ કે પત્ની, અપ્રામાણિક, વ્યાભિચારી કે બેવફા નથી.


કોર્ટે એક અરજીની સુનાવણી દરમિયાન આ મહત્વની બાબતો જણાવી. આ અરજીમાં એક પતિએ તલાક માટે અરજી કરી હતી. કોર્ટ સમક્ષ મુદ્દો આવ્યો કે શું અદાલત, હિન્દુ વિવાહ અધિનિયમ-1955ની ધારા 13 અંતર્ગત પતિ તરફથી કરવામાં આવેલી તલાકની અરજીમાં વ્યાભિચારના આધારે પત્નીને એવો નિર્દેશ આપી શકે છે કે DNA ટેસ્ટ કરાવે અથવા તો DNA ટેસ્ટ કરાવાથી ઇનકાર કરી દે? જો તે DNA ટેસ્ટ કરાવા તૈયાર થાય તો શું DNA ટેસ્ટનુ નિષ્કર્ષ કે પરિણામ આરોપની સત્યતાનું નિર્ધારણ કરે છે?

પતિ અનુસાર 15 જાન્યુઆરી 2013થી તે પોતાની પત્ની સાથે નથી રહી રહ્યો. ત્યારબાદ 25 જૂન 2014ના બંનેના તલાક થઈ ગયા. તેણે દાવો કર્યો કે પત્ની સાથે તેને કોઈ સંબંધ નહોતો. પત્ની પોતાના પિયર રહી રહી છે. 26 જાન્યુઆરી 2016ના તેણે એક બાળકને જન્મ આપ્યો. 15 જાન્યુઆરી 2013 બાદથી બંને વચ્ચે શારીરિક સંબંધ નથી બન્યા. બાળક તેનું નથી, જ્યારે પત્નીનું કહેવું છે કે બાળક તેના પતિનું છે. ત્યારબાદ પતિએ ફેમિલી કૉર્ટથી અપીલ ફગાવી દેવામાં આવતા હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો.

અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ વિવેક અગ્રવાલે મહત્વનો ચુકાદો આપતા કહ્યું કે, ડીએનએ ટેસ્ટથી સાબિત થઇ શકે છે કે પત્ની બેવફા છે કે નહિ. હાઇકોર્ટે કહ્યું કે રામ આસર બાળકનો પિતા છે કે નહિ તે સાબિત કરવા માટે ડીએનએ ટેસ્ટ સૌથી શ્રેષ્ઠ રસ્તો છે.

પતિએ આ મામલે DNA ટેસ્ટ કરાવાની અરજી કરી હતી. ફેમિલી કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. મામલો હાઇ કોર્ટ પહોંચ્યો. હાઇ કોર્ટની બેચે મામલે સુનાવણી કરતા આ અંગે મહત્વનો ચુકાદો આપ્યો.