સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. દેશમાં દિવસે ને દિવસે દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં આજથી દારૂ સસ્તો મળશે. અરવિંદ કેજરીવાલની સરકારનો દિલ્હીમાં વેચાઈ રહેલી દારૂ પર 70 ટકા સ્પેશિયલ કોરોના ટેક્સ ખત્મ કરવાનો નિર્ણય આજથી લાગુ થશે.


તમને જણાવી દઈએ કે, ગયા મહિને દિલ્હી સરકારે મહત્તમ દારૂની મહત્તમ છૂટક કિંમત પર સ્પેશિયલ ટેક્સ લગાવવાનો નિર્ણય કર્યો હતો. કારણ કે કોરોના વાયરસના કારણે જાહેર કરેલા લોકડાઉનના કારણે રાજ્યના ખજાના પર ખરાબ રીતે અસર જોવા મળી હતી. સરકારે દારૂ પર વેટને 20 ટકાથી વધારીને 25 ટકા કરી દીધો હતો.

નોંધનીય છે કે, દિલ્હીમાં ગયા મહિને લગભગ 40 દિવસ બાદ દારૂની દુકાનવો ખોલવાની મંજૂરી મળી હતી. 4 મેથી જ્યારે લોકડાઉનના ત્રીજું ચરણ શરૂ થયું ત્યારે દિલ્હી સરકારે દારૂની દુકાનો ખોલવાનો નિર્ણય કર્યો હતો.

પરંતુ સરકારે આ નિર્યણથી દિલ્હીમાં દારૂની દુકાનો પર ભારે ભીડ જોવા મળી હતી અને સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમોનું ઉલ્લંઘન કરતી તસવીરો પણ સામે આવી હતી. 4 મેની મોડી રાતે દિલ્હી સરકારે દારૂ પર 70 ટકા સ્પેશિયલ કોરોના ફિના નામે ટેક્સ લગાવવાનો નિર્ણય કર્યો હતો અને 5 મેથી ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.