નવી દિલ્હીઃ કેન્દ્ર અને બિહાર સરકારમાં મંત્રી રહી ચુકેલા બીજેપી નેતા શાહનવાઝ હુસૈનને દિલ્હી હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હકીકતમાં 2018ના એક કેસમાં દિલ્હી હાઈકોર્ટે પોલીસને શાહનવાઝ હુસૈન વિરુદ્ધ બળાત્કાર સહિત અન્ય કલમોમાં કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે દિલ્હી પોલીસ આ કેસમાં 3 મહિનામાં તેની તપાસ પૂર્ણ કરે અને રિપોર્ટ નીચલી કોર્ટમાં રજૂ કરે.
દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ આશા મેનનની બેંચે પોલીસને પીડિત મહિલા દ્વારા થોડા વર્ષો પહેલા કરવામાં આવેલી ફરિયાદમાં કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે તમામ તથ્યોને જોતા સ્પષ્ટ થાય છે કે પોલીસ આ મામલે એફઆઈઆર નોંધવામાં સંપૂર્ણ અનિચ્છા ધરાવે છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે પોલીસ દ્વારા ટ્રાયલ કોર્ટમાં રજૂ કરવામાં આવેલ રિપોર્ટ અંતિમ રિપોર્ટ નથી.
શું છે ઘટના?
વર્ષ 2018માં એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર અને બિહાર સરકારમાં મંત્રી રહી ચૂકેલા શાહનવાઝ હુસૈને છતરપુર ફાર્મહાઉસમાં તેના પર બળાત્કાર કર્યો હતો. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે પોલીસે નીચલી કોર્ટમાં કહ્યું હતું કે શાહનવાઝ સામે કોઈ કેસ નથી. જો કે, તે સમયે પણ કોર્ટે પોલીસની દલીલને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ નોંધનીય ગુનાનો કેસ છે.
શાહનવાઝ હુસૈન બિહારના MLC છે
શાહનવાઝ હુસૈન બિહારના MLC છે. તેઓ બિહારમાં JDU-BJP ગઠબંધન સરકારમાં મંત્રી પણ હતા. શાહનવાઝ અટલ બિહારી વાજપેયીની સરકારમાં કેન્દ્રમાં મંત્રી બન્યા. તે સમયે તેમને સૌથી યુવા મંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. સૈયદ શાહનવાઝ હુસૈન વર્ષ 2014માં ભાગલપુર લોકસભાની ચૂંટણી હારી ગયા હતા. 2019માં ભાજપે તેમને ટિકિટ આપી નહોતી. પરંતુ તેમણે પાર્ટી માટે કામ કરવાનું ચાલુ રાખ્યું. તેમનું પ્રારંભિક શિક્ષણ વિલિયમ્સ હાઈસ્કૂલ, સુપૌલ ખાતે થયું હતું.
Pics: ભોજપુરી હસીનાનું ક્રૉપ ટૉપ ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ, જુઓ શૉર્ટ્સમાં કાતિલ અદાઓ....
ICCએ 2027 સુધીની મેચોનો કાર્યક્રમ જાહેર કર્યો, જાણો કયા દેશને કેટલી મેચ મળી, ભારતનું ધ્યાન T20 પર...
LIC Special Campaign : LICની બંધ પોલિસીઓને ફરીથી શરૂ કરવા માટેની તક, જાણો ક્યાં સુધી કરી શકાશે?