Delhi High Court: મંગળવારે (1 નવેમ્બર 2023) ના રોજ છૂટાછેડાના કેસની સુનાવણી કરતી વખતે દિલ્હી હાઈકોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી. આ કેસમાં પતિએ પોતાની પત્ની પાસેથી છૂટાછેડા માંગતા કહ્યું કે તે તેને ઘર જમાઈ તરીકે રાખવા માંગે છે અને તેણે તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની ના પાડે છે. આવી સ્થિતિમાં કોર્ટે કહ્યું કે, 'પતિ કે પત્નીનો પોતાના પાર્ટનર સાથે સેક્સ કરવાનો ઇનકાર કરવો એ માનસિક ક્રૂરતા છે'.


જો કે, કોર્ટે વધુમાં કહ્યું હતું કે, જીવનસાથી દ્ધારા શારીરિક સંબંધ રાખવાનો ઇનકાર કરવો એ માનસિક ક્રૂરતા છે પરંતુ તેને માત્ર ત્યારે જ ક્રૂરતા ગણી શકાય કે જ્યાં એક જીવનસાથીએ લાંબા સમય સુધી જાણીજોઈને આવું કર્યું હોય. આ કેસમાં એવું નથી તેથી કોર્ટે પતિની તરફેણમાં નીચલી અદાલતનો નિર્ણય ફગાવી દીધો હતો જેમાં તેણે બંનેના છૂટાછેડાને મંજૂરી આપી હતી.


'નાના વિવાદને ક્રૂરતા ન કહી શકાય'


કોર્ટે કહ્યું હતું કે આ ખૂબ જ સંવેદનશીલ મામલો છે. આવા મામલાઓમાં અદાલતોએ ખૂબ કાળજી રાખવી જોઈએ. વિવાહિત યુગલો વચ્ચેના મતભેદ અને વિશ્વાસના અભાવને માનસિક ક્રૂરતા કહી શકાય નહીં. પત્ની દ્વારા માનસિક ક્રૂરતાના આધારે પતિએ છૂટાછેડા માંગ્યા હતા અને આરોપ મૂક્યો હતો કે તેણીને તેની સાથે તેના સાસરિયામાં રહેવામાં રસ નથી અને તે ઈચ્છે છે કે પતિ તેની સાથે 'ઘર જમાઈ' તરીકે તેના પિયરમાં રહે. બંન્નેએ 1996માં હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા અને 1998માં બંન્ને એક બાળકીના માતાપિતા બન્યા હતા


પત્ની છૂટાછેડા ઇચ્છતી નથી


પત્નીની અપીલની સુનાવણી કરતા ન્યાયમૂર્તિ સંજીવ સચદેવાના નેતૃત્વ હેઠળની ખંડપીઠે કહ્યું હતું કે જો કે શારીરિક સંબંધો બાંધવાનો ઇનકાર એ માનસિક ક્રૂરતાનું એક સ્વરૂપ ગણી શકાય, જ્યારે તે સતત, ઇરાદાપૂર્વક અને લાંબા સમય સુધી હોય ત્યારે તે માનસિક ક્રૂરતા ગણી શકાય છે. જો કે બેન્ચે જણાવ્યું હતું કે આવા સંવેદનશીલ મુદ્દાના ઉકેલ માટે કોર્ટે "અત્યંત સાવધાની" રાખવાની જરૂર છે.


કોર્ટે કહ્યું કે આવા આરોપોને માત્ર અસ્પષ્ટ નિવેદનોના આધારે સાબિત કરી શકાય નહીં, ખાસ કરીને જ્યારે લગ્ન વિધિવત રીતે કરવામાં આવ્યા હોય. ખંડપીઠે અવલોકન કર્યું કે પતિ તેના પર લાદવામાં આવેલી કોઈપણ માનસિક ક્રૂરતાને સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે અને વર્તમાન કેસ 'વૈવાહિક બંધનમાં સામાન્ય મતભેદનો માત્ર કેસ છે.'