દિલ્હીમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા. દિલ્હીમાં પહેલીવાર તાપમાનનો પારો 52 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગેશપુરમાં 52.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મુંગેશપુરમાં બુધવારે બપોરે 2.30 કલાકે 52 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. જ્યારે દિલ્હીના મંગેશપુરમાં તાપમાન 52.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, તે સમયે સરેરાશ તાપમાન 45.8 ડિગ્રી હતું.






દિલ્હીમાં હળવો વરસાદ


જ્યારે એક તરફ દિલ્હીમાં તાપમાને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. થોડા સમય બાદ રાજધાનીના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો. લોકોએ ગરમીથી થોડી રાહત અનુભવી હતી.


આગામી બે દિવસમાં કેવું રહેશે હવામાન?


હવામાન વિભાગે બુધવારે જણાવ્યું હતું કે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં હિટ વેવ 30 મેથી ધીમે ધીમે ઘટવાની સંભાવના છે. 31 મેના રોજ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હીના કેટલાક ભાગોમાં ભારે ગરમીની સ્થિતિની સંભાવના છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડના જુદા જુદા ભાગોમાં હીટ વેવની સ્થિતિની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું કે 01 જૂન, 2024ના રોજ પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, મધ્ય પ્રદેશ, બિહાર અને ઝારખંડના વિવિધ ભાગોમાં હિટવેવની સંભાવના છે.


મંગળવારે તાપમાન 50 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું હતું


સવારે 8:30 કલાકે હવામાં ભેજનું પ્રમાણ 43 ટકા હતું. અગાઉ મંગળવારે (28 મે) રાષ્ટ્રીય રાજધાનીમાં ખૂબ જ ભારે ગરમી જોવા મળી હતી અને દિલ્હીમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું હતું.


ગરમી અને સનસ્ટ્રોકથી બચવાની સલાહ


હવામાન વિભાગે લોકોને ગરમીથી બચવા અને સાવચેતી રાખવાની સલાહ આપી છે. વધતા તાપમાનને કારણે તમામ ઉંમરના લોકો ગરમી સંબંધિત બીમારી અને હીટ સ્ટ્રોકનો ભોગ બનવાની શક્યતા વધારે છે. બાળકો, વૃદ્ધો અને ગંભીર બિમારીઓ ધરાવતા લોકો માટે આ આરોગ્યની ચિંતાનો વિષય છે. IMDએ લોકોને ગરમી અને ડિહાઈડ્રેશનથી બચવાની સલાહ આપી છે. બીજી તરફ, ગરમી વચ્ચે દિલ્હીમાં વીજળીની મહત્તમ માંગ વધીને 8,302 મેગાવોટના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે.