Delhi Kanjhawala Case: કાંઝાવાલા કેસમાં પીડિતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. જેમાં મોટો ખુલાસો થયો છે. આ રિપોર્ટમાં મૃતક યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની વાતને ફગાવી દેવામાં આવી છે. રિપોર્ટમાં મૃત્યુનું પ્રાથમિક કારણ માથા, કરોડરજ્જુ, ડાબા ઉર્વસ્થિ, બંને નીચેના અંગોમાં આંચકો અને હેમરેજ છે.
સ્પેશિયલ સીપી લો એન્ડ ઓર્ડર એસપી હુડ્ડાએ મંગળવારે જણાવ્યું હતું કે, મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાં મૃત બાળકીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તેમણે પોસ્ટ માર્ટમ રિપોર્ટને લઈને કહ્યું હતું કે, તમામ ઇજાઓ કુંદ બળની અસરને કારણે અને સંભવતઃ વાહન અકસ્માત અને ઢસડાવવાના કારણે થયું હતું, એમ તેમણે ઉમેર્યું હતું. વધુમાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જાતીય હુમલામાં કોઈ ઈજા થઈ નથી. યુવતીના પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, તેના પ્રાઈવેટ પાર્ટ પર ઈજાના કોઈ જ નિશાન નથી. આજે એમ્બ્યુલન્સમાં મૃતક બાળકીના મૃતદેહને હોસ્પિટલમાંથી તેના ઘરે લઈ જવામાં આવ્યો હતો.
જાતીય હુમલાના કોઈ પુરાવા નથી મળ્યા
સ્પેશિયલ સીપી લો એન્ડ ઓર્ડર એસપી હુડ્ડાએ કહ્યું હતું કે, જાતીય સતામણીનો જ કોઈ પુરાવો મળ્યો નથી. મૌલાના આઝાદ મેડિકલ કોલેજના મેડિકલ બોર્ડે સોમવારે યુવતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. કાંઝાવાલામાં એક 20 વર્ષની યુવતીની સ્કૂટીને કારે ટક્કર મારી હતી અને યુવતીને સુલતાનપુરીથી કાંઝાવાલા સુધી લગભગ 12 કિલોમીટર સુધી ઢસડીને લઈ ગઈ હતી. રવિવારે બનેલી આ ઘટનામાં યુવતીનું મોત થયું હતું. પોલીસે સોમવારે કારમાં મુસાફરી કરી રહેલા પાંચ લોકોની ધરપકડ કરી હતી.
આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો
સુલતાનપુરીની રહેવાસી યુવતી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરતી હતી અને જ્યારે આ ઘટના બની ત્યારે તે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કામ માટે બહાર હતી. સોમવારે કથિત રીતે કારમાં જઈ કરી રહેલા પાંચ લોકો સામે ગેરઈરાદે હત્યા સહિત અનેક કલમો અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો હતો. સ્થાનિક કોર્ટે સોમવારે પાંચેય આરોપીઓને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.
આરોપીએ કર્યા રૂંવાટા ઉભા કરતા ખુલાસા, કહ્યું-અમને છોકરી ફસાઈ હોવાની ખબર હતી પણ...
દિલ્હીના કાંઝાવાલાની ઘટનામાં પોલીસે આ કેસમાં 5 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ દીપક ખન્ના (26), અમિત ખન્ના (25), કૃષ્ણન (27) તરીકે થઈ છે. મિથુન (26) અને મનોજ મિત્તલ (27). હવે આ મામલે નવા ખુલાસા થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ, આરોપીઓએ પોલીસ પૂછપરછમાં ઘણા રહસ્યો ખોલ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓએ પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબૂલી લીધો છે. આટલું જ નહીં, આરોપીઓએ એવો પણ ઘટસ્ફોટ કર્યો છે કે, તેઓને યુવતી ફસાયેલી હોવાની જાણ હતી, તેમ છતાં પણ વાહન રોક્યું નહોતું. આરોપીઓએ પોલીસને એમ પણ જણાવ્યું હતું કે, અમિત તેના મિત્રની કાર લઈને આવ્યો હતો અને તેઓએ સાથે મળીને નવા વર્ષની પાર્ટી કરવાનું આયોજન કર્યું હતું.