Arvind Kejriwal In Trouble: હવે NIA દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પણ તેની પકડ વધુ કડક કરવા જઈ રહી છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ NIA તપાસની ભલામણ કરી છે.


 






દિલ્હીના એલજીએ ખાલિસ્તાન તરફી સંગઠન શીખ ફોર જસ્ટિસ પાસેથી ફંડ લેવાના મામલામાં સીએમ કેજરીવાલ વિરુદ્ધ NIA તપાસની ભલામણ કરી છે. તેમણે ગૃહ મંત્રાલયને પત્ર લખીને આ માંગણી કરી છે. ગૃહ મંત્રાલયને લખેલા પત્રમાં, તેમણે જણાવ્યું હતું કે આરોપો સીએમ વિરુદ્ધ છે અને ભારતમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન તરફથી રાજકીય પક્ષને લાખો ડોલરના કથિત ભંડોળ સાથે સંબંધિત છે, ઇલેક્ટ્રોનિક ઉપકરણ ફરિયાદાની દ્વારા રજુ કરવામાં આવેલ ફોરેન્સિક તપાસ સહિત અન્ય તપાસની પણ જરુર છે.


દિલ્હી એલજીને શું ફરિયાદ મળી?


એલજીને દેવેન્દ્ર પાલ ભુલ્લરની મુક્તિ અને ખાલિસ્તાની તરફી ભાવનાઓને પ્રોત્સાહન આપવા માટે ખાલિસ્તાની જૂથ શીખ્સ ફોર જસ્ટિસ પાસેથી યુએસ 16 મિલિયન ડોલર મેળવવા બદલ AAP વિરુદ્ધ ફરિયાદ મળી હતી. વીકે સક્સેનાએ જાન્યુઆરી 2014માં ગૃહ મંત્રાલયમાં કેજરીવાલ દ્વારા ઈકબાલ સિંહને લખેલા એક પત્રનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે "આપ સરકારે પહેલાથી જ રાષ્ટ્રપતિને પ્રોફેસર ભુલ્લરને મુક્ત કરવાની ભલામણ કરી છે અને એસઆઈટીની રચના સહિત અન્ય મુદ્દાઓ પર સહાનુભુતી પુર્વક અને સમયબદ્ધ રીતે. કામ કરશે


કેજરીવાલ સામે કોણે કરી ફરિયાદ?


આ ફરિયાદ વર્લ્ડ હિન્દુ ફેડરેશન ઈન્ડિયાના રાષ્ટ્રીય મહાસચિવ આશુ મોંગિયા અને આમ આદમી પાર્ટીના પૂર્વ કાર્યકર મુનીશ કુમાર રાયજાદાએ કરી હતી. દેવિન્દર પાલ સિંહ ભુલ્લર 1993ના દિલ્હી બોમ્બ બ્લાસ્ટ કેસમાં દોષી છે. ભુલ્લરને દિલ્હીમાં યુથ કોંગ્રેસના મુખ્યાલયની બહાર થયેલા વિસ્ફોટમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો જેમાં નવ લોકો માર્યા ગયા હતા અને 31 અન્ય ઘાયલ થયા હતા. જર્મનીથી દેશનિકાલ કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.