Delhi Liquor Policy Case: 9 કલાકની પૂછપરછ બાદ CBI ઓફિસમાંથી નીકળી અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના વડા અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આજે સીબીઆઇ પૂછપરછ કરશે

gujarati.abplive.com Last Updated: 16 Apr 2023 09:35 PM
કેજરીવાલ સીબીઆઈ ઓફિસમાંથી બહાર આવ્યા

સીબીઆઈએ આજે ​​દારૂ કૌભાંડમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરી હતી. કેજરીવાલને 9 કલાક સુધી સવાલ-જવાબ આપવામાં આવ્યા. હવે તેણે સીબીઆઈ ઓફિસ છોડી દીધી છે. વહેલી સવારે આ બાબતને લઈને રાજધાનીમાં ભારે હોબાળો મચી ગયો હતો. સીએમ કેજરીવાલ સવારે સૌથી પહેલા રાજઘાટ ગયા હતા. આ પછી તેણે ટ્વીટ કર્યું હતું કે અમે બાપુએ બતાવેલા માર્ગ પર છીએ, અમે અન્યાય અને અત્યાચાર સામે સત્યના માર્ગ પર છીએ. અંતે વિજય સત્યનો જ થશે. સીએમએ વધુમાં કહ્યું હતું કે જ્યારે તેમણે કંઈ ખોટું કર્યું નથી તો પછી શું છુપાવવું?  તમને જણાવી દઈએ કે આ મામલે પહેલીવાર કેજરીવાલની પૂછપરછ કરવામાં આવી છે.

આપના કાર્યકરોએ CBI હેડક્વાર્ટરની બહાર PM વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સીબીઆઈ ઓફિસ પહોંચ્યા છે

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સીબીઆઈ ઓફિસ પહોંચ્યા છે. આ પહેલા તેઓ રાજઘાટ ગયા હતા. તેમણે  ટ્વિટ કર્યું હતું કે તેમણે રાજઘાટ પર પહોંચીને બાપુના આશીર્વાદ લીધા હતા. અમે બાપુના બતાવેલા માર્ગ પર છીએ.









કેજરીવાલે જાહેર કર્યો વીડિયો

કેજરીવાલના ઘરે નેતાઓની ભીડ એકઠી થઇ

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડમાં પૂછપરછ માટે સીબીઆઈ સમક્ષ હાજર થવા રવાના થશે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા છે. આ ઉપરાંત સંદીપ પાઠક, એનડીએ ગુપ્તા, પંકજ ગુપ્તા, આતિશી, સૌરવ ભારદ્વાજ, ઈમરાન હુસૈન પણ પહોંચી ગયા છે.

કેજરીવાલ આજના મહાત્મા ગાંધી છે

AAP નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે AAP નેતાઓ ભારતને વિશ્વમાં નંબર વન બનાવવા માટે લડતા રહેશે. કેજરીવાલ આજના મહાત્મા ગાંધી છે.

કેજરીવાલ વીડિયો જાહેર કર્યો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે CBI સમક્ષ હાજર થતા પહેલા ટ્વિટર પર એક વીડિયો જાહેર કર્યો છે. તેમણે કહ્યું હતું કે ગઈકાલથી તેમના તમામ નેતાઓ બૂમો પાડી રહ્યા છે કે તેઓ કેજરીવાલની ધરપકડ કરશે. કદાચ ભાજપે પણ સીબીઆઈને કેજરીવાલની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. આદેશ આવ્યો હશે તો તેનું પાલન પણ થશે.


વાસ્તવમાં સીબીઆઈ સમક્ષ હાજર થયા પહેલા 5 મિનિટ 27 સેકન્ડના આ વીડિયોમાં સીએમ અરવિંદ કેજરીવાલે કેન્દ્ર પર ટોણો માર્યો અને કહ્યું કે આ લોકો ખૂબ શક્તિશાળી છે. કોઈને પણ જેલમાં નાખી શકે છે. કોઈએ ગુનો કર્યો છે કે નહીં, તેનાથી કોઈ ફરક પડતો નથી. આ લોકો ખૂબ જ શક્તિશાળી લોકો છે.


 





બ્રેકગ્રાઉન્ડ

આમ આદમી પાર્ટીના વડા અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આજે સીબીઆઇ પૂછપરછ કરશે. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ દારૂ કૌભાંડ કેસમાં સમન્સ જાહેર કર્યું છે અને સવારે 11 વાગ્યે સીએમ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ દરમિયાન દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળના 1000થી વધુ જવાનો સીબીઆઈ હેડક્વાર્ટરની બહાર તૈનાત રહેશે જેથી કરીને કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી શકાય.


મળતી માહિતી મુજબ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હી સરકારમાં પાર્ટીના તમામ વરિષ્ઠ મંત્રીઓ, લોકસભા અને રાજ્યસભાના સાંસદો પણ દિલ્હીના મુખ્યમંત્રીની સાથે સીબીઆઈ હેડક્વાર્ટર જશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા જેલમાં છે. તેને કોર્ટમાંથી જામીન મળી શક્યા નથી.


શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીના સીએમએ કહ્યું હતું કે દારૂનું કોઈ કૌભાંડ નથી. કેન્દ્રીય તપાસ એજન્સી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને કસ્ટડીમાં ટોર્ચર કરીને અને કોર્ટમાં ખોટા પુરાવા રજૂ કરીને તેમને ફસાવી રહી છે. થોડા દિવસ પહેલા EDએ કોર્ટને કહ્યું હતું કે મનીષ સિસોદિયાએ 10 ફોન નષ્ટ કર્યા છે. હવે એજન્સીએ એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં લખ્યું છે કે ED દ્વારા 5 ફોન જપ્ત કરવામાં આવ્યા છે. સીએમએ કહ્યું કે હવે તેઓ કોર્ટમાં ખોટા પુરાવા રજૂ કરવા બદલ ED વિરુદ્ધ કેસ દાખલ કરશે.


આ મામલે રાજનીતિ પણ થઈ રહી છે. ભાજપ-કોંગ્રેસ AAP નેતાઓ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું હતું કે 'શરૂઆતથી જ આમ આદમી પાર્ટીના નેતાઓ ભ્રષ્ટાચારના મામલામાં સંડોવાયેલા છે. સીએમ કેજરીવાલ આમાં સંપૂર્ણ રીતે માસ્ટર માઈન્ડની ભૂમિકા ભજવી રહ્યા હતા, તેથી તેમની ધરપકડ થવી જોઈએ. બીજી તરફ બીજેપી સાંસદ મનોજ તિવારીએ કહ્યું, 'અરવિંદ કેજરીવાલ જી, કાલે તમારી પૂછપરછ થશે. CBIએ સમન્સ પાઠવ્યું છે. પણ મારી પાસે એક સૂચન છે કે એવા ઘણા નેતાઓની મોટી ફાઈલો હતી જેમના ભ્રષ્ટાચારના કાગળો લઈને તમે ફરતા હતા. તમારે આવતીકાલે તે ફાઇલો લઇને જવું જોઇએ.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.