દિલ્હીમાં અત્યાર સુધી સામાન્ય જનતા સિવાય મેડિકલ સ્ટાફ, પોલીસકર્મી અને સીઆરપીએફના જવાનો કોરોનાથી સંક્રમિત હોવાના કેસ સામે આવ્યા હતા. આ પહેલીવાર છે કે, દિલ્હી મેટ્રોના કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત મળી આવ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ ડીએમઆરસી અધિકારીઓના હવાલાથી જણાવ્યું કે, દિલ્હી મેટ્રો રેલના 20 જેટલા કર્મચારી કોવિડ-19 પોઝિટિવ છે. તમામ કર્મચારીઓમાં કોઈ લક્ષણ નથી અને તમામ સ્વસ્થ છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી મેટ્રો કોરોના મહામારીના કારણે લાંબા સમયથી સમથી બંધ છે. રાજધાની સહિત દેશભરમાં પરિવહિન સેવાઓ ધીમે ધીમે શરૂ થઈ રહી છે પરંતું મેટ્રો હાલ 30 જૂન સીધી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દિલ્હીમાં અત્યાર સુધી 650 લોકોના કોરોનાને કારણે મોત થયા છે, જ્યારે અત્યાર સુધી કુલ 25004 કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં હાલ 14456 એક્ટિવ કેસ છે અને 9898 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે.