Delhi Metro Another Kissing Video Viral: રાજધાની દિલ્હીમાંથી વધુ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. દિલ્હી મેટ્રૉ રેલ કોર્પોરેશન (DMRC) તંત્ર ટ્રેનની અંદર થઇ રહેલી અશ્લીલ હરકતોથી ખુબ જ પરેશાન છે. હવે આવો જ વધુ એક અશ્લીલ વીડિયો દિલ્હી મેટ્રૉની અંદરથી કપલ્સ કીસિંગનો સામે આવ્યો છે. આ વીડિયો હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને નેટિઝન્સ આના પર જુદીજુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.


હાલમાં જે વીડિયો સામે આવ્યો છે, તેમાં દિલ્હી મેટ્રૉમાં એક કપલ મેટ્રૉના ફ્લૉર પર બેસીને એકબીજાને કિસ કરતા જોવા મળી રહ્યું છે. ખાસ વાત છે કે, આવી વારંવારની અશ્લીલ હરકતોથી કંટાળેલા દિલ્હી મેટ્રૉ તંત્રએ એટલે કે ડીએમઆરસીએ મેટ્રોની અંદર ફ્લાઈંગ સ્ક્વૉડ પણ તૈનાત કરી હતી, પરંતુ તેનાથી કોઈ ફાયદો થયો નથી.  


Delhi Metroની અંદર LIPLOCKનો વીડિયો વાયરલ  - 
સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે દિલ્હી મેટ્રૉ ટ્રેનની અંદર સીટ ન મળવાને કારણે એક કપલ ફ્લૉર પર બેઠું હતું. આ દરમિયાન છોકરાએ છોકરીને ખોળામાં બેસાડી, આ કપલ્સ નશાની હાલતમાં કે ઊંઘમાં હોવાનું દેખાઇ રહ્યું છે. છોકરીને ખોળામાં સુવડાવ્યા પછી છોકરો તેને એક વાર નહીં પરંતુ વારંવાર ખુલ્લેઆમ કીસ કરી રહ્યો હતો. આ દરમિયાન ટ્રેનમાં કપલની આગળ મુસાફરી કરી રહેલા એક મુસાફરે આ ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. 






વીડિયો જોઇને લોકો ચોંક્યા, બોલ્યા - પરિવારની સાથે મુસાફરી કરવી મુશ્કેલ 
મેટ્રૉની અંદર બનેલી આ ઘટનાને લઈને ડીએમઆરસી ફરી એકવાર ચર્ચામાં આવી ગઇ છે. કપલનો લિપ-લૉકિંગનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. ઓડિયોમાં તમે સાંભળી શકો છો કે ટ્રેન ઝંડેવાલન મેટ્રો સ્ટેશન તરફ જઈ રહી છે, એટલે કે બ્લૂ લાઈન મેટ્રૉની અંદરની વાત છે. 


એક યૂઝરે ટ્વીટર પર વીડિયો પૉસ્ટ કરીને લખ્યું કે, "દિલ્હી મેટ્રૉ." વીડિયો જોયા બાદ એક યૂઝરે લખ્યું, "દિલ્હી મેટ્રૉમાં તેઓ કહે છે કે સીસીટીવી કેમેરા લગાવ્યા છે, તો પછી કન્ટ્રૉલ રૂમના લોકો શું કરી રહ્યા છે. આ બિલકુલ યોગ્ય નથી. આવી સ્થિતિમાં પરિવાર સાથે મેટ્રૉમાં મુસાફરી કરવી મુશ્કેલ છે." આવા માણસોને કોઇપણ જાતની શરમ નથી.