નવી દિલ્હી: દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી સરકારમાં પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે પાર્ટી અને મંત્રી પદ પરથી રાજીનામું આપી દિધુ છે.

  AAPમાંથી રાજીનામું આપીને તેમણે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે.






કૈલાશ ગેહલોતે પત્રમાં લખ્યું છે કે, "શીશમહેલ જેવા ઘણા શરમજનક અને વિચિત્ર વિવાદો છે, જે હવે દરેકને શંકામાં મૂકે છે કે શું આપણે હજી પણ આમ આદમી હોવામાં વિશ્વાસ કરીએ છીએ ? હવે સ્પષ્ટ થઈ ગયું છે કે દિલ્હી સરકાર તેનો મોટાભાગનો સમય  કેન્દ્ર સામે લડવામાં સમય પસાર કરે છે, તો દિલ્હી માટે કોઈ વાસ્તવિક પ્રગતિ થઈ શકે નહીં.  મારી પાસે AAPથી અલગ થવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી અને તેથી હું આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું.


કૈલાશ ગેહલોત પણ યમુનાની સફાઈને લઈને નારાજ હતા 


દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે મંત્રી પદ તેમજ આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટી પર આરોપ લગાવતા કહ્યું કે જે ઈમાનદાર રાજનીતિના કારણે તેઓ પાર્ટીમાં જોડાયા હતા તે હવે નથી થઈ રહ્યું.  અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનને 'શીશમહેલ' ગણાવતા તેમણે અનેક આક્ષેપો કર્યા હતા. આ સાથે જ તેમણે યમુનામાં વધી રહેલા પ્રદૂષણને લઈને દિલ્હી સરકાર પર પણ આરોપ લગાવ્યા.


કૈલાશ ગેહલોતે રાજીનામામાં શું લખ્યું ?



દિલ્હી સરકારમાં પર્યટન મંત્રી રહી ચૂકેલા કૈલાશ ગેહલોતે પત્રમાં લખ્યું છે કે, “અરવિંદ કેજરીવાલ જી, સૌ પ્રથમ હું ધારાસભ્ય તરીકે દિલ્હીની જનતાની સેવા અને પ્રતિનિધિત્વ કરવાનું સન્માન આપવા બદલ તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. જો કે, હું એ પણ કહેવા માંગુ છું કે આજે આમ આદમી પાર્ટી ગંભીર પડકારોનો સામનો કરી રહી છે, અંદરના પડકારો છે, એ મૂલ્યો સુધી જે આપણને એક સાથે લાવ્યા હતા, રાજનીતિક મહત્વકાંક્ષા લોકો પ્રત્યે આપણી પ્રતિબદ્ધતાથી આગળ નિકળી ગઈ, જેથી ઘણા વાયદાઓ અધૂરા રહી ગયા છે. "