નવી દિલ્હી:  દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ રાજીનામું છે. સત્યેન્દ્ર જૈને પણ પોતાનું રાજીનામું આપ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમનું રાજીનામું સ્વીકાર્યું છે.  મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બંનેના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. મનીષ સિસોદિયા પાસે ઘણા વિભાગોની જવાબદારી હતી. સત્યેન્દ્ર જૈન જેલમાં ગયા પછી મનીષ સિસોદિયા તેમના વિભાગનું કામ જોઈ રહ્યા હતા. મનીષ સિસોદિયા દિલ્હી સરકારના 33માંથી 18 વિભાગનો હવાલો સંભાળતા હતા. સત્યેન્દ્ર જૈન નવ મહિનાથી જેલમાં છે. જ્યારથી દિલ્હી એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા કેસમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે, ત્યારથી જ વિપક્ષી પાર્ટીઓ કેજરીવાલ સરકાર પર આક્રમક બની ગયા છે. તે જ સમયે સત્યેન્દ્ર જૈન સ્વાસ્થ્ય મંત્રી પદ પર હતા. બંનેના રાજીનામા અંગે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું છે કે આના કારણે કામ અટકશે નહીં અને ભાજપ પોતાની યોજનામાં સફળ નહીં થાય.