Sakshi Murder Case : 16 વર્ષની હિન્દુ યુવતી સાક્ષીને છરાના ઘા ઝીંકી અને પથ્થર મારી મારીને માથુ ચુંદી નાખનારા મુસ્લીમ યુવક સાહિલને લઈને એક પછી એક ખુલાસા થઈ રહ્યાં છે. દિલ્હીની રોહિણી કોર્ટે મંગળવારે એસી મિકેનિક સાહિલને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. તેણે એવી ઘટનાને અંજામ આપ્યો છે કે સાંભળનારાઓનું હૃદય ધ્રૂજી ઊઠે છે.
સાહિલે 16 વર્ષની સાક્ષી પર 16 વાર છરી વડે ઘા કર્યા હતા. એટલું જ નહીં, તેણે ઘણી વખત લાતો મારી. આટલું ઓછું હોય તેમ સાહિલે લોહીલુહાણ થઈને જમીન પર જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલી સાક્ષીના મોઢાના ભાગે એક મોટો પથ્થર ઉપાડીને ઉપરા ઉપરી અનેક વાર કર્યા હતાં. લોકો સમજી શકતા નથી કે છોકરા પર આવી નિર્દયતા શા માટે કરવામાં આવી હશે.
સૌથી ચોંકાવનારી વાત એ હતી કે જે સમયે ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો હતો તે સમયે ઘણા લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા જ્યારે ઘણા લોકો દર્શકો હતા. સાક્ષીને બચાવવા માટે કોઈએ એટલી હિંમત ન દાખવી. આ સમગ્ર ઘટનાનો સીસીટીવી વીડિયો વાયરલ થયો હતો. હવે વધુ એક વીડિયો સામે આવ્યો છે, જે ઘટનાના થોડા સમય પહેલાનો છે.
સીસીટીવી ફૂટેજની પ્રથમ 90 સેકન્ડમાં સાહિલ તેની ભૂતપૂર્વ સાક્ષીને દિવાલ સાથે વળગીને વારંવાર છરા મારતો જોઈ શકાય છે. હવે ન્યૂઝ એજન્સી ANIએ એક નવા CCTV ફૂટેજ જાહેર કર્યા છે. જેમાં સાહિલ શાહબાદ ડેરી વિસ્તારની સાંકડી ગલીમાં ચાલતો જોઈ શકાય છે. તે કોઈની સાથે 30 સેકન્ડ સુધી વાત પણ કરતો જણાય છે અને પછી જતો રહે છે. આ એ જ જગ્યા છે જ્યાં થોડા સમય પછી ઘટના બની હતી. હજુ સુધી દિલ્હી પોલીસે આ વીડિયોની પુષ્ટિ કરી નથી. એવું લાગી રહ્યું છે કે, જાણે સાહિલ સાક્ષીના આવવાની રાહ જોઈ રહ્યો હોય.
સાહિલે આ છરી હરિદ્વારથી ખરીદી હતી
દિલ્હી પોલીસ સતત સાહિલની પૂછપરછમાં લાગેલી છે. આ દરમિયાન તેણે પોલીસને જણાવ્યું હતું કે, હત્યામાં વપરાયેલ છરી તેણે શુક્રવારે જ હરિદ્વારથી ખરીદી હતી. પોલીસ એ જાણવાની કોશિશ કરી રહી છે કે, શું સાહિલે સાક્ષીની હત્યા કરવાના ઈરાદે જ છરી ખરીદી હતી કે કેમ? જ્યારે કેમેરામાં કેદ થયેલી હત્યાના લગભગ 18 કલાક બાદ સોમવારે સાહિલને તેના વતન બુલંદશહરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે હત્યાનું કારણ ઝઘડો હોવાનું જણાવ્યું હતું
એક વરિષ્ઠ પોલીસ અધિકારીનું કહેવું છે કે, સાહિલ બુલંદશહેરથી રાતોરાત દિલ્હી લાવવામાં આવ્યો છે અને મંગળવારે તેને દિલ્હીની સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. કોર્ટે તેને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. પોલીસનું કહેવું છે કે, સાક્ષી તેની સાથેના સંબંધો તોડી રહી હતી, જેના કારણે તે ગુસ્સે થઈ ગઈ ગયો હતો. હત્યાનું કારણ ગુરુવારે તેમની વચ્ચે થયેલો ઝઘડો હતો. અગાઉ સાક્ષીના મિત્રએ જણાવ્યું હતું કે, બંને લાંબા સમયથી વાત નહોતા કરતા. અગાઉ તેઓ લગભગ 3 થી 4 વર્ષથી એકબીજાથી અલગ હતાં.