નવી દિલ્લી:દિલ્લીમાં કોરોનાને માત આપવા માટે કેજરીવાલ સરકારે કમર કસી લીધી છે. ઓક્સિજન અને બેડની કમીની સમસ્યા સામે લડતાં દિલ્લી માટે કેજરીવાલ સરકારે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
દિલ્હીમાં ઓક્સિજનની અછત અને હોસ્પિટલમાં બેડની સમસ્યાનો સામનો કરી રહેલા દર્દીઓ માટે કેજરીવાલ સરકારે નવો પ્લાન તૈયાર કર્યો છે. જે મુજબ કોરોના સામે લડાઈને મજબૂક કરવા ઓક્સિજન બેંક બનાવવામાં આવશે. દરેક જિલ્લામાં 200 ઓક્સિજન કન્સ્ટ્રેટર બેંક (Oxygen Concentrator Bank) બનાવાશે. આ ઉપરાંત હોમ આઇસોલેશનમાં (Home Isolation) રહેતા દર્દીઓને ઘરે ઓક્સિજન સપ્લાય કરાશે.
દિલ્લીમાં કોરોનાને માત આપવા માટે કેજરીવાલ સરકારે કમર કસી લીધી છે. ઓક્સિજન અને બેડની કમીની સમસ્યા સામે લડતાં દિલ્લી માટે કેજરીવાલ સરકારે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું કે, ઓક્સિજનની કમી સામે લડવા માટે ઓક્સિજન બેન્ક શરૂ કરવામાં આવશે. કોરોના સામેની લડતને મજબૂતાઇથી લડવા માટે દરેક જિલ્લામાં 200 ઓક્સિજન કોન્સટ્રેટર બેન્ક બનાવવામાં આવશે.
દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું કે, હોમ આઇસોલેશન રહેલા દર્દીઓને રાજ્ય સરકાર ઓક્સિજનનની સપ્લાય કરશે, તેમણે જણાવ્યું કે, હોમઆઇસોલેશનમાં રહેલા દર્દીને ડોક્ટર ઓક્સિજનની સલાહ આપશે કે, બેન્ક દ્રારા બે કલાકમાં તેમના ઘરે ઓક્સિજનની સપ્લાય કરવામાં આવશે.
દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, જો આપ હોમ આઇસોલેશનનો હિસ્સો ન હોય તો 1013 પર કોલ કરીને આપ હોમ આઇસોલેશનનો હિસ્સો બની શકો છો. આ દરમિયાન પહેલા ડોક્ટર ચેક કરશે કે શું આપને ઓક્સિજનની જરૂર છે કે નહીં. જો આપને ઓક્સિજનની જરૂર હશે તો ઓક્સિજન કન્સટ્રેટર આપવામાં આવશે.
દિલ્લીમાં શું છે કોરોનાની સ્થિતિ
દિલ્હીમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 6430 નવા કેસ નોંધાયા છે અને 337 લોકોના મોત થયા છે. જેની સાથે કુલ કેસની સંખ્યા 13,87,411 પર પહોંચી છે. રાજ્યમાં કુલ 12,99,872 લોકો કોરાનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે કોરોનાથ કુલ મૃત્યુઆંક 21,244 પર પહોંચ્યો છે.