Coronavirus Delhi: દેશની રાજધાની દિલ્હીમાં ઓક્સિજનનની અછતના કારણે હાલત દિન પ્રતિદિન ખરાબ થતી જાય છે. આજે દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે 20 દર્દીના મોત થયા હતા હોસ્પિટલ પ્રશાસનના જણાવ્યા મુજબ આ તમામ દર્દી ઓક્સજન સપોર્ટ પર હતા.
જયપુર ગોલ્ડન હોસ્પિટલના ડીકે બાજુલાએ જણાવ્યું કે, હોસ્પિટલમાં અડધો કલાક ચાલે તેટલો જ ઓક્સિજન બચ્યો છે અને 200થી વધારે લોકોનો જીવ દાવ પર લાગ્યો છે. અમે એક રાત ઓક્સિજનની અછતના કારણે 20 લોકો ગુમાવી દીધા હતા.
દિલ્હીમાં બત્રા હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો. એસસીએલ ગુપ્તાએ જણાવ્યું કે, અમને એક દિવસમાં 8 હજાર લીટર ઓક્સિજનની જરૂર છે. અમે 12 કલાક હાથ જોડ્યા બાદ 500 લીટર ઓક્સિજન મળ્યો છે. બાકીનો જથ્થો ક્યારે મળશે તેની ખબર નથી. હોસ્પિટલમાં 350 દર્દી છે અને 48 આઈસીયુમાં છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,46,786 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2624 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 2,19,838 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- એક કરોડ 66 લાખ 10 હજાર 481
કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 38 લાખ 67 હજાર 997
કુલ એક્ટિવ કેસ - 25 લાખ 52 હજાર 942
કુલ મોત - 1 લાખ 89 હજાર 544
13 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 13 કરોડ 83 લાખ 79 હજાર 832 ડોઝ આપવામાં આવ્યા છે.
ક્યા રાજ્યોની હાલત છે ખરાબ
કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. મહારાષ્ટ્ર બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.