નવી દિલ્હી: કુખ્યાત આતંકી સંગઠન આઈઈસઆઈએસ(ISI)ની ભારતમાં સંગઠન બનાવવા અને યુવાનોને તેમાં જોડાવવા માટે કાવતરુ રચવાના આરોપમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આઈએસઆઈએસના કથિત 15 સહયોગીને સજા સંભળાવી છે. આ લોકોને ક્રમશ: 10 વર્ષ, 7 વર્ષ અન 5 વર્ષ જેલની સજા અને દંડ ફટકાર્યો છે.
એનઆઈએ અનુસાર, આ પ્રથમ એવો કેસ હતો જે ISIની તે આતંકવાદી થિયોરી પર કામ રહ્યા હતા જેવી રીતે વર્ષ 2014માં આઈએસઆઈએસના આકા ઈચ્છતા હતા.એનઆઈએના એક મુખ્ય અધિકારી અનુસાર, આ કેસ વર્ષ 2015માં વિભિન્ન આપરાધિક ધારાઓ હેઠળ નોંધવામાં આવ્યો હતો.
આ મામલે આરોપ હતો કે કેટલાક લોકો આતંકી સંગઠન આઈએસઆઈએસના ઈશારા પર ભારતમાં તેનું એક સહયોગી સંગઠન તૈયાર કરી રહ્યાં છે. જેનું નામ જુનેદ ઉલ ખલીફા રાખવામાં આવ્યું હતું તેને કર્તા ધર્તા ભારતના યુવકોને ગુમરાહ કરીને સોશિયલ મીડિયા વેબસાઈટ દ્વારા આતંકી બનાવવા અને સંગઠનમાં ભરતી કરવાનું કામ કરી રહ્યાં હતા.
માહિતીના આધારે કાર્યવાહી કરતા NIAએ આ મામલે કુલ 19 લોકોની ધરપકડ કરી હતી. NISના મુખ્ય અધિકારી અનુસાર આ લોકોની ધરપકડ બાદ આ સંગઠનને ફેલાવવા અને આતંકી ઘટનાઓ ન થવા દેવા પર રોક લગાવી શકાઈ છે. કારણ કે આ સંગઠનમાં ઘણા એવા લોકો પણ જોડાઈ રહ્યાં હતા જે ધર્મના નામ પર આતંક મચાવવા માંગતા હતા.
દિલ્હી: ભારતમાં ISISનું સંગઠન બનાવવાના આરોપમાં 15 લોકોને કોર્ટે સંભળાવી સજા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Oct 2020 04:20 PM (IST)
આરોપમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આઈએસઆઈએસના કથિત 15 સહયોગીને સજા સંભળાવી છે. આ લોકોને ક્રમશ: 10 વર્ષ, 7 વર્ષ અન 5 વર્ષ જેલની સજા અને દંડ ફટકાર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -