દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે ISISના ત્રણ આતંકીઓની કરી ધરપકડ
abpasmita.in | 09 Jan 2020 04:33 PM (IST)
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલે ISIS સાથે જોડાયેલા ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે.
નવી દિલ્હી: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલે ISIS સાથે જોડાયેલા ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. આજે સવારે પોલીસ અથડામણ બાદ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીના વજીરાબાદ વિસ્તારમાંથી પોલીસે દરપકડ કરી છે. આ મામલે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ થોડીવારમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે નવેમ્બરમાં દિલ્હી પોલીસે ISISથી પ્રભાવિત ત્રણ સંદિગ્ધ આંતકીઓની ધરપકડ કર હતી. ત્રણેયને દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે આસામ પોલીસ સાથે જોઈન્ટ ઓપરેશન કરી આસામના ગોલપાડાથી ધરપકડ કરી હતી. આ આતંકીઓ દિલ્હી અને એનસીઆરના ભીડવાળા વિસ્તારને નિશાન બનાવવાના હતા.