હિંસા પ્રભાવિત નોર્થ ઈસ્ટ જિલ્લામાં આવતીકાલે પણ સ્કૂલ બંધ રહેશે, ઇન્ટરનલ પરીક્ષાઓ સ્થિગત કરી દેવામાં આવી છે. સીબીએસઈએ ઉત્તર પૂર્વ જિલ્લામાં બુધાવારે લેવાનારી 10-12ની પરીક્ષાઓ સ્થગતિ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, શનિવારે રાતથી નાગરિકતા સંશોધન કાયદા વિરોધ સેકડો પ્રદર્શનકારીઓ જાફરાબાદ મેટ્રો સ્ટેશન પાસે સીલમપુર, મૌજપુર અને યમુના વિહારને જોડતો રસ્તો બ્લોક કરી દીધો હતો.
નાગરિકતા સંશોધન કાયદાના મુદ્દે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં સતત ત્રીજા દિવસે પથ્થર અને આગચંપી થઈ હતી. ઉપદ્રવીઓએ મૌજપુર મેટ્રો સ્ટેશન,ભજનપુરા અને બ્રહ્મપુરી વિસ્તારોમાં ફરીથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ગોકલપુરીમાં ફાયર બ્રિગેડની બે ગાડીઓ સહિત ઘણા વાહનોમાં આગ ચાંપવામાં આવી હતી.
જાફરાબાદ, મૌજપુર, કારવલ નગર અને ચાંદબાગમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. અનેક વિસ્તોરમાં ધારા 144 લાગુ છે. પોલીસે જણાવ્યા અનુસાર, 50થી વધુ પોલીસકર્મી હિંસા દરમિયા ઘાયલ થઆ છે. લગભગ 100 જેટલા સામાન્ય નાગરિકોને ઈજા પહોંચી છે. હિંસાને લઈને કુલ 11 એફઆઈઆર નોંધવામાં આવી છે.