બિહારમાં નહીં લાગુ થાય NRC, વિધાનસભામાં પાસ થયો પ્રસ્તાવ; NPRને લઈ લીધો આ મોટો ફેંસલો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Feb 2020 07:22 PM (IST)
બિહારમાં એનડીએ સરકાર છે. જેમાં બીજેપી, જેડીયુ અને એલપેજી સામેલ છે.
(બિહાર વિધાનસભામાં નીતિશ કુમાર, સુશીલ મોદી)
પટનાઃ બિહાર વિધાનસભામાં NRC નહીં લાગુ કરવાનો પ્રસ્તાવ સર્વસંમતિથી પાસ થયો હતો. વિધાનસભાના અધ્યક્ષ વિજય ચૌધરીએ ગૃહમાં પ્રસ્તાવ પાસ કર્યો. જેમાં કહેવામાં આવ્યું કે, બિહારમાં એનઆરસી લાગુ કરવાની કોઈ જરૂરિયાત નથી, ઉપરાંત એનપીઆરમાં પણ સંસોધનની જરૂર છે. એનપીઆર 2010ની વસતિ ગણતરીના ફોર્મેટ સાથે જ લાગુ થાય. વિધાનસભામાં વિપક્ષ તરફથી નાગરિકતા સંશોધન કાયદાને "કાળો કાયદો" ગણાવવામાં આવ્યો હતો. વિધાનસભામાં હંગામાં વચ્ચે મુખ્યમંત્રી નીતિશ કુમારે આવું નિવેદન કર્યું હતું. આ પહેલા CAA-NPR-NRC પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન હંગામો થયો હતો. જેને વિપક્ષના નેતા તેજસ્વી યાદવ અને અન્ય લોકોએ આગળ વધાર્યો અને સંસદીય કાર્ય મંત્રી શ્રવણ કુમારના વિરોધ બાદ સ્પીકર વિજય કુમાર ચૌધરીએ મંજૂરી આપી હતી. બિહારમાં એનડીએ સરકાર છે. જેમાં બીજેપી, જેડીયુ અને એલપેજી સામેલ છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આ પહેલા પણ સ્પષ્ટ કહી ચુક્યા છે કે રાજ્યમાં એનઆરસીની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું હતું કે, આસામ માટે આ હતું. તાજેતરમાં તેમણે એનપીઆરમાં સુધારો કરવાની વાત કરી હતી. SBI આપશે ઝટકો, હવે મોંઘી થઈ જશે બેંકની આ ખાસ સર્વિસ, ચૂકવવો પડશે તોતિંગ ચાર્જ મુકેશ અંબાણી અને ડોનાલ્ડ ટ્રમ્પની આ તસવીર થઈ વાયરલ, જાણો બંને વચ્ચે શું થઈ વાત અંબાણી સહિતના CEOs સાથે ટ્રમ્પે કરી મુલાકાત; અમેરિકામાં રોકાણ કરવાની કરી અપીલ, ચૂંટણી જીતીશ તો શેરબજાર દોડશે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે જાહેર કરી Asia XI ટીમ, T-20 સીરિઝમાં રમશે આ છ ભારતીય ખેલાડી