જેએનયૂમાં થયેલી હિંસાના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળી આશરે 30થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘાયલ થયેલા વિદ્યાર્થીઓને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસના જોઇન્ટ સીપી શાલિની સિંઘ તપાસ સમિતિને લીડ કરશે.
કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે જેએનયૂમાં હિંસા પાછળ સરકારનો હાથ હતો. રણદીપ સુરજેવાલાએ કહ્યું કે સરકાર પ્રાયોજિત આતંકવાદ અને ગુંડાગીરી છે. આ બધુ ગૃહમંત્રી અમિત શાહના ઈશારે થયું છે. આ દેશના યુવાઓને અમિત શાહની તપાસ પર ભરોસો નથી. અમે માગણી કરીએ છીએ કે હિંસાની ન્યાયિક તપાસ થવી જોઈએ. તે પણ દિલ્હી હાઈકોર્ટના સિટિંગ જજની દેખરેખમાં.