નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની સાથે જ રાજકીય હલચલ વધી ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, આ ચૂંટણી કામ પર લડાશે. તેમણે ટ્વિટ કરીને આમ કહ્યું હતુ.


શું કહ્યું ભાજપે

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું, દિલ્હી સરકારે તેમના વાયદા પૂરા નથી કર્યા. ભાજપના ઉમેદવારો મોટી સંખ્યામાં જીતશે. વધારે વોટથી જીતશે. ભાજપ નેતા મનોજ તિવારીએ કહ્યું, જે દિવસે પરિણામ જાહેર થશે તે મંગળવાર છે અને બીજેપી માટે મંગળ સાબિત થશે. આ લડાઈ રાષ્ટ્રવાદ વિરુદ્ધ અરાજકતાવાદની છે.

કોંગ્રેસે શું કહ્યું

કોંગ્રેસ કહ્યું, જો દિલ્હીમાં પાર્ટી સત્તામાં આવશે તો રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR), રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) અને નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ નહીં કરે.

દિલ્હીની કુલ 70 સીટો પર 8 ફેબ્રુઆરી, 2020ના રોજ વોટિંગ થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. આ વખતે દિલ્હીમાં કુલ 1,46,92,136 વોટર્સ મતાધિકારનો ઉપયોગ કરશે. 13750 પોલિંગ સ્ટેશન બનાવાશે અને 2689 સ્થળ પર વોટિંગ થશે. 90 હજાર કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થશે.

દિલ્હી ચૂંટણીઃ વધારે મતદાન થાય તે માટે ચૂંટણી પંચે શું કરી મોટી જાહેરાત, જાણો વિગત

દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ જાણો કઈ તારીખે યોજાશે વોટિંગ ? ક્યારે જાહેર થશે પરિણામ