નવી દિલ્હી: સામવારે સવારે નવી દિલ્હીમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાઢ ધૂમ્મસ સાથે વાદળિયું વાતાવરણ છવાઈ ગયું હતું. ત્યાર બાદ રાતે અચાનક વરસાદ તુટી પડ્યો હતો અને જોત જોતામાં રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું. પરિણામે ઉષ્ણતામાનનો પારો નીચે ગગડતાં ઠંડી વધી ગઈ હતી.

હવામાન વિભાગે એવી આગાહી કરી હતી કે, આવતાં ત્રણ દિવસ આવું જ હવામાન રહેવાની સંભાવના છે અને ઠંડીમાં પણ વધારો થશે.

જોકે પહાડી વિસ્તારોમાં થયેલી ભારે હિમવર્ષાના પગલે આ વિસ્તારમાં પણ હવામાનમાં પરિવર્તન થયું હતું. સોમવારે મહત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ હતું અને લઘુતમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ હતું.