23 દિવસ બાદ દિલ્હીમાં આજે આવ્યા કોરોનાના પાંચ હજારથી ઓછા કેસ
દિલ્હીમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો થયો છે. 26 દિવસ બાદ શહેરમાં 5 હજારથી ઓછા કેસ આવ્યા છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 25,425 કેસ આવ્યા છે. જ્યારે 42 દર્દીઓના મોત થયા છે
તમિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 28,515 કેસ નોંધાયા છે. 53 દર્દીઓના મોત થયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાના 2,13,534 એક્ટિવ કેસ છે.
તમિલનાડુમાં શુક્રવારથી નાઇટ કર્ફ્યૂ હટાવવામાં આવશે. આ સાથે જ એક ફેબ્રુઆરીથી સ્કૂલ-કોલેજ પણ ખોલવામાં આવશે
મુંબઇમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં મુંબઇમાં કોરોનાના નવા 1384 કેસ નોંધાયા છે. જ્યારે 12 લોકોએ જીવ ગુમાવ્યો છે. મુંબઇમાં છેલ્લા ચાર દિવસોથી 2000થી ઓછા કોરોનાના કેસ આવી રહ્યા છે. મુંબઇમા છેલ્લા 24 કલાકમાં 42,570 ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી કુલ 1384 સેમ્પલ પોઝિટીવ આવ્યા છે.
બ્રેકગ્રાઉન્ડ
Covid 19 Cases In Delhi: દિલ્હીમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો થયો છે. 26 દિવસ બાદ શહેરમાં 5 હજારથી ઓછા કેસ આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી આપવામાં આવેલા આંકડાઓ અનુસાર દિલ્હીમાં 4291 નવા કેસ આવ્યા છે અને 34 દર્દીઓના મોત થયા છે. જ્યારે 9397 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. શહેરમાં 33175 એક્ટિવ દર્દી છે. જ્યારે પોઝિટીવ રેટ 9.56 ટકા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -