Delhi Coronavirus Cases: છેલ્લા 24 કલાકમાં દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા એક હજારથી વધુ કેસ નોંધાયા છે. આ સાથે એક્ટિવ કેસોની સંખ્યા વધીને 2641 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે એક દર્દીનું મોત થયું છે અને સારવાર બાદ 314 લોકો સાજા થયા છે. દિલ્હીમાં કોરોના સંક્રમણ દર એટલે કે પોઝિટિવિટી રેટ 5.70 ટકા થઈ ગયો છે. મંગળવારે દિલ્હીમાં કોરોનાના 632 કેસ નોંધાયા હતા.






દિલ્હીમાં માસ્ક ફરજિયાત


કોરોનાના કેસમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે જાહેર સ્થળોએ લોકો માટે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ નિયમનું ઉલ્લંઘન કરનારને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે આયોજિત દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત શાળાઓ બંધ ન કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાઓ ચલાવવા માટે નિષ્ણાતો પાસેથી લેવામાં આવેલી સલાહના આધારે એક અલગ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) લાગુ કરવામાં આવશે.


અધિકારીઓએ કહ્યું કે  મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને અધિકારીઓને કોરોનાને ફેલાતો અટકાવવા માટે જરૂરી પગલાં લેવા અને દર્દીઓની સારવાર માટે વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. ડીડીએમએની બેઠકમાં પાત્રતા ધરાવતા લોકો માટે રસીકરણ ઝુંબેશને વધુ તીવ્ર બનાવવાની ચર્ચા કરવામાં આવી હતી.


IPL 2022: આઇપીએલમાં આ બે ટીમોનુ પ્લેઓફમાં પહોંચવાનુ થયુ નક્કી, જાણો બાકીની ટીમોની શું છે સ્થિતિ


જિઓ-એરટેલ-વીઆઇને ટક્કર આપી રહ્યો છે BSNL એકદમ સસ્તો પ્લાન, એકવારના રિચાર્જમાં મળે છે બેગણો ડેટા


Crime News: આંધપ્રદેશમાં 13 વર્ષની સગીરા પર દુષ્કર્મમાં 80 લોકોની ધરપકડ, જાણો શું છે મામલો


CBSE Term 2 Exam 2022: શું નવા શૈક્ષણિક વર્ષમાં નહી લેવાય Term 1 - 2ની પરીક્ષા, જાણો સમગ્ર માહિતી