Andhra Pradesh Crime News: આંધ્રપ્રદેશમાંથી ગુંટુરમાં 80 લોકો દ્વારા 13 વર્ષની સગીર પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી છે. માત્ર 13 વર્ષની બાળકી સાથે આવું કૃત્ય કોઈપણ સમાજ પર કલંક સમાન છે. કઠોર સજાની જોગવાઈઓ હોવા છતાં, દેશમાં દરરોજ 'નિર્ભયા' જેવી ઘટનાઓની વાર્તાઓ સામે આવે છે. ગુંટુરમાં પણ આવી જ ઘટના સામે આવી છે.


શું છે મામલો


સવર્ણા કુમારી નામની મહિલાએ જૂન 2021માં કોવિડ-19 મહામારી દરમિયાન પીડિતાની માતા સાથે હોસ્પિટલમાં મિત્રતા કરી હતી. આ પછી પીડિતાની માતાનું કોવિડ-19ને કારણે મૃત્યુ થયું હતું. આ દરમિયાન મહિલા તેના પિતાને જાણ કર્યા વિના પીડિતાને પોતાની સાથે લઈ ગઈ હતી. ઓગસ્ટ 2021માં છોકરીના પિતાએ પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી. પોલીસે મુખ્ય આરોપી સવર્ણા કુમારીને શોધી રહી હતી. આ કેસમાં પહેલી ધરપકડ જાન્યુઆરી 2022માં કરવામાં આવી હતી. 19 એપ્રિલના રોજ, ગુંટુર પશ્ચિમ ઝોન પોલીસે B.Tech વિદ્યાર્થી સહિત 10 વધુ ધરપકડ કરી હતી અને પીડિતાને પણ મુક્ત કરી હતી.


સવર્ણા કુમારી પીડિતાને પોતાની સાથે લઈ ગયા બાદ તેને તેલંગાણા અને આંધ્રના વેશ્યાલયોમાં વરુઓને સોંપી હતી. આંધ્ર પોલીસે તેને ત્યાંથી મુક્ત કરાવી હતી. પોલીસે માસુમ બાળા પર દુષ્કર્મ કરનારા 80 પુરુષોની ધરપકડ કરી છે. હજુ પણ કેટલાક ફરાર આરોપીઓને પોલીસ શોધી રહી છે. પોલીસના કહેવા મુજબ આઠ મહિનામાં 80થી વધુ લોકોએ બાળકીની પીંખી હતી.


BTechનો વિદ્યાર્થી પણ સામેલ, આપવીતી સાંભળી પોલીસ પણ આશ્ચર્ચચકિત


પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓમાં એક બીટેકનો વિદ્યાર્થી પણ છે. પીડિતાએ તેની સાથે થયેલી ઘટનાની સમગ્ર કહાની પોલીસને જણાવી હતી આ સાંભળીને પોલીસકર્મીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. 


આ પણ વાંચોઃ


Viral News: ‘વિશાલ મારા 26 એપ્રિલે લગ્ન છે, ભગાડીને લઈ જા’, 10 રૂપિયાની નોટ પર પ્રેમિકાએ લખ્યો લવ લેટર