Corona cases in Delhi: છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાથી 43 લોકોના મોત, જાણો કેટલા નવા કેસ નોંધાયા?

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 12306 નવા કેસ સામે આવ્યા છે

gujarati.abplive.com Last Updated: 20 Jan 2022 09:37 PM
હવે દિલ્હીમાં 300 રૂપિયામાં થશે RT PCR ટેસ્ટ

દિલ્હી સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે કોરોનાના ટેસ્ટની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે દિલ્હીની તમામ હોસ્પિટલ અને પેથોલોજી લેબમાં આરટી-પીસીઆર ટેસ્ટ અગાઉની સરખામણીએ ઓછી કિંમત પર કરવામાં આવશે. હવે દિલ્હીમાં આરટીસીપીઆર ટેસ્ટ કરવા માટે ફક્ત 300 રૂપિયા આપવા પડશે. અગાઉ દિલ્હીમાં આરટીપીસીઆર માટે 500 રૂપિયા ચૂકવવા પડતા હતા.


 





મુંબઇમાં નોંધાયા 5708 નવા કોરોનાના કેસ

છેલ્લા 24 કલાકમાં મુંબઇમાં કોરોનાના નવા 5708 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી 12 લોકોના મોત થયા છે. 15,440 દર્દીઓ રિકવર થયા છે.





દિલ્હીમાં કોરોનાના કેસથી 43 લોકોના મોત

બ્રેકગ્રાઉન્ડ

Covid Cases in Delhi: દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 12306 નવા કેસ સામે આવ્યા છે. કોરોનાથી 43 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોના સંક્રમણ દર 21.48 ટકા છે.


 કોરોનાના દર્દીઓના મોતના આંકડા ટેન્શન વધાર્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી દિલ્હીમાં 43 દર્દીઓના મોત થયા છે. એવામાં 10 જૂન બાદ એક દિવસમાં સૌથી વધુ મોત થયા છે. 10 જૂનના રોજ 44 દર્દીઓના મોત થયા હતા. દિલ્હીમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 68,730 છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.