નવી દિલ્લી:CM કેજરીવાલે દેશમાં મેન્ટોર કાર્યક્રમ માટે સોનૂ સૂદને એમ્બેસેડર બનાવવાનું નક્કી કર્યું છે. CM કેજરીવાલે કહ્યું કે, બાળકોના ઉત્તમ ભવિષ્ય માટે સોનૂ સૂદ બાળકોને ગાઇડ કરશે.


દિલ્લીમાં આજે  બોલિવૂડ અભિનેતા અને કોરોના કાળમાં લોકોના મસીહા બનેલા સોનુ સૂદે મુખ્યમંત્રી કેજરીવાલ સાથે મુલાકાત કરી. ત્યારબાદ બંનેએ એક પ્રત્રકાર પરિષદને પણ સંબોધી હતી.પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સોનુ સૂદેને કેજરીવાલે દેશના મેન્ટોર કાર્યક્રમ માટે સોનુ સૂદને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાનું નકક્કી કર્યું છે.



સોનૂ સૂદે શું આપ્યો પ્રતિભાવ


બ્રાન્ડ અબ્બેસેડર બન્યાં બાદ અભિનેતા સોનુ સૂદે કહ્યું કે, “આજે દિલ્લી સરકારે દેશના મેન્ટોરનું પ્લેટફોર્મ નથી બનાવ્યું પરંતુ દેશ માટે આપને કંઇક કરવા માટે એક પ્લેટફોર્મ આપ્યું છે.જો એક પણ બાળકને યોગ્ય દિશા આપી શકાશે તો દેશ માટે મોટું યોગદાન હશે”


ઉલ્લેખનિય છે કે, કેજરીવાલના નિવાસસ્થાન પર સોનૂ સૂદ અન સીએમ કેજરીવાલની મુલાકાત ગોઠવાઇ હતી. આ મુલાકાત દરમિયાન મનિષ સિસોદિયા અને સોનુ સૂદ, કેજરીવાલ સહિત મંત્રી રાઘવ ચઠ્ઠા પણ ઉપસ્થિતિ રહ્યાં હતા.



કેવા લોકો માટે છે સોનુ સૂદ મસીહા


કોરોના વાયરસને રોકવા માટે દેશમાં લોકડાઉન હતું આ સમયે સોનુ સૂદે ફસાયેલા લોકોની ઘરે વાપસી માટે ખૂબ જ મદદ કરી હતી. શ્રમિકો સહિત અન્ય સામાન્ય લોકોને તેમના વતન પહોંચાડવામાં સોનુ સૂદે ખૂબ મદદ કરી હતી. ઉપરાંત સોનૂ સૂદ એવા અભાવગ્રસ્ત બીમાર બાળકોની પણ મદદ કરે છે. જે જિંદગી અને મોત વચ્ચેની જંગ રમી રહ્યાં હોય અને ઇલાજ કરાવવા સક્ષણ ન હોય.સોનૂ સૂદ પાસે લોકો હવે સોશિયલ મીડિયા પર આ રીતે મદદ માંગતા રહે છે. સોનૂ સૂદે ન માત્ર લોકોને લોકડાઉનમાં તેમના ઘર સુઘી પહોંચાવડા મદદ કરી હતી પરંતુ તેમને નોકરી આપવામાં પણ મદદ કરી હતી. સોશિયલ મીડિયા પર આવા અનેક લોકોએ સોનૂ સૂદની પ્રશંસા કરી હતી અને તેને મસીહા ગણાવ્યાં હતા.