નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો થવાની વચ્ચે કેરળે ચિંતામાં વધારો કર્યો છે. આજે કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કેસોમાંથી 58.4 ટકા કેસ કેરળમાંથી સામે આવ્યા છે.


મંત્રાલયે કહ્યું કે કેરળ એકમાત્ર રાજ્ય છે જ્યાં કોવિડ 19ના સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા એક લાખથી વધારે છે, જ્યારે ચાર રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક, તામલિનાડુ અને આંધ્ર પ્રદેશમાં સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા દશ હજારથી એક લાખ સુધી છે. દેશના 41 જિલ્લામાં સાપ્તાહિત દર દશ ટકાથી વધારે છે.


કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું,  ‘‘ દેશમાં કોવિડ-19 ની બીજી લહેર હજુ પણ યથાવત છે. બીજી લહેર હજુ સમાપ્ત નથી થઈ અને એટલે જ આપણે તમામ પ્રકારની તકેદારી રાખવી જરુર છે, ખાસ કરીને આવનારા તહેવારો બાદ સંક્રમણના કેસમાં વધારોન થાય તેને જોતા.’’



તેમણે કહ્યું ‘‘ સપ્ટેમ્બર અને ઓક્ટોબરના મહિનો આપણા માટે મહત્વપૂર્ણ છે કારણ કે આપણે નવા તહેવારની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. એટલે કોરોના ગાઈડલાઈનનું પાલન કરી તહેવારોની ઉજવણી કરવી જોઈએ.


સ્વાસ્થ્ય મંત્રાલયે (Health ministry) જણાવ્યું કે ગત 24 કલાકમાં દેશમાં વેક્સીનના 80 ટકા ડોઝ આપવામાં આવ્યા. જેમકે અમે કહીએ છીએ કે આજ સુધી 47 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. અમે અત્યાર સુધી 46.69 કરોડ લોકોને દેશભરમાં કોવિડ વેક્સીનનો પ્રથમ ડોઝ આપ્યો છે તેમાંથી 13.70 કરોડ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 
 
કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે અને તેની ઉપલબ્ધતા વધારવા માટે પ્રતિબદ્ધ છે. 21 જૂન, 2021ના રોજ નવા રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. રસીકરણ અભિયાન અને રસીની ઉપલબ્ધતા સાથે, રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ ઉપલબ્ધતાની અગ્રિમ જાણકારી આપીને ઝડપી કરવામાં આવી જેથી રસી અંગે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ ઉત્તમ યોજના બનાવી શકે અને રસીની સપ્લાઈ ચેઈન સુવ્યવસ્થિત કરી શકાય.


દેશવ્યાપી રસીકરણ અભિયાનના ભાગ રૂપે, ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિના મૂલ્યે કોવિડ-19 રસી આપીને સમર્થન આપી રહી છે. કોવિડ-19 રસીકરણ અભિયાનના સાર્વત્રિકરણના નવા તબક્કામાં, કેન્દ્ર સરકાર દેશમાં રસી ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત 75% રસી રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને (વિના મૂલ્યે) પહોંચાડશે અને સપ્લાય કરશે.