હિંદીના શિક્ષક મુકેશ કુમારે વિદ્યાર્થીની હાજરી ઓછી હોવાને કારણે પરીક્ષામાં બેસવાની ના પાડી દીધી હતી. અને ક્લાસની બહાર કાઢી મૂક્યા હતા.
સાંજના પાંચ વાગ્યા આસપાસ આ બે વિદ્યાર્થીઓએ શિક્ષક પર છરીથી હુમલો કર્યો હતો. જેમાં ત્રણ વાર ચપ્પાના ઘા મારી તેઓ ફરાર થઈ ગયા હતા. મુકેશ કુમાર લોહી-લુહાણ હાલતમાં ત્યાં પડી રહ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પણ ડોક્ટરો તેને બચાવવામાં સફળ રહ્યા નહિ. મંગળવારે સવારે આ બંને છાત્રોને પકડી લેવામાં આવ્યા હતા.
ઘટના બાદ શાળાના શિક્ષકોનું કહેવું છે કે આ ઘટનાને અંજામ આપનારા છાત્રોનું એક આખુ ગ્રુપ હોવાનું જણાવ્યું છે. જેમાં છ વિદ્યાર્થીઓ છે.
એક શિક્ષણના જણાવ્યા મુજબ સોમવારે શાળામાં બીજી પાળીમાં બારમાં ધોરણના વિદ્યાર્થીઓની અર્થશાસ્ત્રની પરીક્ષા હતી.
સાંજે સાડા પાંચ વાગ્યે પરીક્ષા પૂરી થતાં છાત્રો નીકળી ગયા હતા. મૂકેશ પેપર પર નંબર નાખી રહ્યો હતો ત્યારે ત્યાં છોકરાઓએ આવીને તેની સાથે ઝઘડો કરવા લાગ્યા હતા.
દલીલો દરમિયાન એક છાત્રએ પંચથી શિક્ષક પર હુમલો કર્યો હતો. અને તે પછી ચપ્પાથી જાઁઘ અને પેટમાં ઘા માર્યા હતા.