નવી દિલ્લી: કેંદ્રીય સડક પરિવહન, રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રવિવારે જાહેરાત કરી છે કે દિલ્લી અને જયપુરની વચ્ચે એક નવો રાજમાર્ગ વિકસિત કરવામાં આવશે, જેથી ટ્રાફિકને નિયંત્રિત કરવામાં આવશે. આ રાજમાર્ગના નિર્માણ પર 16,000 કરોડ રૂપિયાનો ખર્ચ છવાની સંભાવના છે.


ગડકરીએ કહ્યું કે દિલ્લી અને જયપુરની વચ્ચે આ નવા રાજમાર્ગના લીધે મુસાફરો 270 કિલોમીટરનું અંતર માત્ર 2 કલાકમાં કાપી શકશે. આ રાજમાર્ગ બનાવવાનું કામ જાન્યુઆરી 2017માં શરૂ થશે અને આ રસ્તો બનાવવા પાછળ 16,000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના છે.

ગડકરીએ કહ્યું કે, આ નવા રાજમાર્ગ માટે જમીન સંપાદનનું કામ જલ્દીથી શરૂ થઈ જશે અને તેમને કહ્યું કે, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે આ રાજમાર્ગને બનાવવા માટે બન્ને તરફથી વિકાસને પ્રોત્સાહન આપવું જોઈએ. જેનાથી ખર્ચો ઓછો થાય. ગડકરીએ ગુડગાંવમાં રાષ્ટ્રીય રાજમાર્ગ-8 (એનએચ-8) પર ત્રણ જંક્શનોના સુધાર કાર્યનું શિલાન્યાસ કર્યું, જેના પર 1,005 કરોડ રૂપિયાનો ખર્ચ થનાર છે. તેમને કહ્યું કે, આ કાર્ય 30 મહિનાના બદલે 15 મહિનામાં પુરું થઈ જશે.

તેમને જાહેરાત કરી હતી કે, એનએચ-8 પર નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ ઉપર નજર રાખવા માટે ઈંટેલિજેંટ ટ્રાંસપોર્ટ સિસ્ટમ મારફતે કેમેરા પણ લગાવવાની વાત કરી હતી.