ચેન્નઇ: કાવેરી જળ વિવાદને લઇ તામિલનાડુ અને કર્ણાટક વચ્ચે તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. કાવેરી જળ વિવાદમાં હવે સુપ્રીમ કોર્ટ તરફથી કર્ણાટક માટે  થોડા રાહતના સમાચાર મળ્યા છે. કોર્ટના કહેવા મુજબ તામિલનાડુ માટે 20 સપ્ટેમ્બર સુધી દરરોજ 12 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 5 સપ્ટેમ્બરે કર્ણાટક સરકારે આદેશ આપ્યો હતો કે 10 દિવસ સુધી કાવેરી નદીને રોજ 15 હજાર ક્યુસેક પાણી તામિલનાડુને સપ્લાઇ કરવામાં આવશે.



કોર્ટના આ નિર્ણયથી કર્ણાટકના લોકો નિરાશ થયા છે. ત્યારે તામિલનાડુને પાણી આપવાના વિરોધમાં રાજ્ય માંડ્યા સહિત શહેરોંમાં હિંસક પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બંન્ને રાજ્યોમાં હિંસા વ્યાપી હતી. આજે સુપ્રીમ કોર્ટમાં કર્ણાટક પાણી વિવાદ પર સુનાવણી કરવામાં આવશે.