નવી દિલ્હીઃ નાગરિકતા કાયદાને લઇને શરૂ થયેલી બબાલ હવે ઉત્તરપૂર્વીય દિલ્હીમાં ખતરનાક સ્તરે પહોંચી ગઇ છે. ઉત્તરપૂર્વીય દિલ્હીમાં સોમવારે મોટી હિંસા ફાટી નીકળી. હવે આ હિંસા મંગળવારે પણ યથાવત રહી છે.


મંગળવારે મૌજપુરી અને બ્રહ્મપુરી વિસ્તારમાં પથ્થરમારો શરૂ થઇ ગયો છે. દિલ્હી હિંસામાં અત્યાર સુધી 5 લોકોના મોત થઇ ચૂક્યા છે, જેમાં હેડ કૉન્સ્ટેબલ રતનલાલ પણ સામેલ છે. સાથે 100થી વધુ લોકો ઘાયલ થયા છે.

મંગળવારે સવારે પણ સ્થિતિ તનાવપૂર્ણ છે. સવારે સવારે પાંચ વાગે મૉટરસાયકલને આગચંપી કરાઇની ઘટના ઘટી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને કાબુ કરવાનુ શરૂ કર્યુ છે.

મૌજપુર અને તેની આજુબાજુના વિસ્તારોમાં આગચંપીના 45 બનાવો આવ્યા, જેમાં ફાયર ફાઇટરની ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વળી એક ફાયર ફાઇટરની ગાડીને પણ આગ લગાવવામાં આવી હતી, અને ત્રણ ફાયર ફાઇટરો ઘાયલ થયા હતા.


દિલ્હીના મૌજપુરમાં નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીના વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન પર ગૃહમંત્રાલયે નિવેદન આપ્યું હતુ. દેશના ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડીએ કહ્યુ હતુ કે આ દુનિયામા ભારતની છબિ ખરાબ કરવા માટે કરવામાં આવી રહ્યું છે.