નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદાના મુદ્દે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં સતત ત્રીજા દિવસે પથ્થર અને આગચંપી થઈ હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજઘાટ પહોંચ્યા છે અને અહીં તેઓ દિલ્હીના લોકોને શાંતિની અપીલ કરશે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલ સાથે ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ મહાત્મા ગાંધીની સમાધિ રાજધાટ પર બેઠા છે. અરવિંદ કેજરીવાલ દિલ્હીના ધારાસભ્યો સાથે રાજધાટ પર પ્રાર્થના સભામાં બેઠા છે.


અરવિંદ કેજરીવાલ તેમની પાર્ટીના નેતાઓ સાથે રાજઘાટ પહોંચ્યા હતા. અહીં તેમણે શાંતિની પ્રાર્થના કરતા મીડિયાને કહ્યું કે, આખો દેશ દિલ્હીની હિંસા અંગે ચિંતિત છે. તેમણે કહ્યું કે છેલ્લા બે દિવસોની હિંસા અંગે સરકાર ચિંતામાં છે.આ હિંસામાં જાન માલ અને સંપત્તિને નુકસાન થયું છે.

નાગરિકતા સંશોધન કાયદાના મુદ્દે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં સતત ત્રીજા દિવસે પથ્થર અને આગચંપી થઈ હતી. ઉપદ્રવીઓએ મૌજપુર મેટ્રો સ્ટેશન,ભજનપુરા અને બ્રહ્મપુરી વિસ્તારોમાં ફરીથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ગોકલપુરીમાં ફાયર બ્રિગેડની બે ગાડીઓ સહિત ઘણા વાહનોમાં આગ ચાંપવામાં આવી હતી.