નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે મોટી જાહેરાત કરતા કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીનું હવે પોતાનું અલગ શિક્ષણ બોર્ડ હશે. દિલ્હી કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. 2021માં કેટલીકે સ્કૂલોમાં નવા બોર્ડ મૂજબ અભ્યાસ થશે. હાલ દિલ્હીમાં માત્ર CBSE/ICSE બોર્ડ છે. પરંતુ હવે અન્ય રાજ્યોની જેમ દિલ્હીમાં પણ પોતાનું શિક્ષણ બોર્ડ હશે. અરવિંદ કેજરીવાલે કહ્યું હવે એવું શિક્ષણ તૈયાર કરવામાં આવશે એટલે કે અભ્યાસ બાદ તેને રોજગારી માટે ધક્કા ન ખાવા પડે.




દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, અન્ય રાજ્યોને પણ પોતાના શિક્ષણ બોર્ડ છે અને દિલ્હી બોર્ડનો અભ્યાસ 2021-22 સત્રથી શરૂ થઈ જશે. આ નિર્ણયની અસર માત્ર દિલ્હીની શિક્ષણ વ્યવસ્થા પર જ નહી પરંતુ સમગ્ર દેશની શિક્ષણ વ્યવસ્થા પર થશે.

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હીની સરકારી સ્કૂલોમાં એક જ ભાવના હતી કે, જ્યારે બજેટના 25 ટકા શિક્ષા પર ખર્ચ શરૂ કર્યે તો બદલાવ આવવાનું શરૂ થઈ જશે. તેના ઈન્ફ્રસ્ટ્રક્ચરમાં સુધાર કરવા અને ટીચર્સને વિદેશોમાં ટ્રેનિંગ માટે મોકલવામાં આવશે. અમે વિદ્યાર્થીઓને વિદેશમાં મોકલવાનું શરૂ કર્યું છે અને ફિજિક્સ કેમિસ્ટ્રીના ઓલિંપિયાડ માટે વિદેશોમાં મોકલ્યા છે. ઘણા સ્થળોએથી અમારા બાળકો મેડલ જીતીને દિલ્હી પાછા ફર્યા છે.