કેરળ:પ્રતિભા નામનો આ શ્રમિક કેરળના તિરુવનંતપુરમમાં કન્સ્ટ્કશનનું કામ કરવા માટે પહોંચ્યો હતો. પ્રતિભાએ કેરળ સરકાર તરફથી નીકળતી સાપ્તાહિક કારૂણ્ય પ્લસ લોટરી 40 રૂપિયામાં ખરીદી હતી. આ લોટરીથી તેમને 80 લાખ રૂપિયા લાગતા તેમની કિસ્મત ખુલ્લી ગઇ.
એક પ્રવાસી શ્રમિકના હાથમાં અચાનક લાખો રૂપિયા આવી જતાં તે ખુશ થઇ ગચો પરંતુ ગભરાઇ પણ ગયો હતો. તેમને લૂંટ ચોરીનો ડર પણ સતાવતો હતો. પ્રતિભા પાસે કોઇ બેન્ક અકાઉન્ટ ન હોવાથી તેમને સમજાતું ન હતું કે આ રકમ ક્યાં મૂકશે?
પ્રતિભા લોટરી લાગતા સીધો જ પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને તેમણે પહેલા તો પોલીસ સુરક્ષા માંગી, ત્યારબાદ પોલીસે પુજારા કેનેરા બેન્કના કર્મીએ પોલીસે સ્ટેશન બોલાવ્યાં અને લોટરીની ટિકિટને લોકરમાં મૂકાવી.
લોટરી જિત્યા બાદ પોલીસ પહેલા તેમને બેન્ક લઇ ગઇ અને ત્યારબાદ તેમને સુરક્ષિત ઘર સુધી પહોંચાડ્યો. નોંધનિય છે કે, કારૂણ્ય પ્લસ લોટરીમાં પહેલા વિજેતાને 80 લાખ, બીજા વિજેતાને 10 લાખ, ત્રીજા વિજેતાને 8000 કોન્સોલેશન પ્રાઇઝ આપવામાં આવે છે.
શ્રમિક રાતોરાત બની ગયો લખપતિ, તાબડતોડ બેન્કમાં ખોલાવવું પડ્યું લોકર, પોલીસની લીધી મદદ, શું છે મામલો, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Mar 2021 01:02 PM (IST)
ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે, એક કાગળની ચબરખીથી રાતોરાત કિસ્મત બદલાય જાય છે. કેરળના શ્રમિક સાથે પણ કંઇક આવું જ બન્યું, તે રાતોરાત લખપતિ બની ગયો કઇ રીતે જાણીએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -