સરકારી પ્રવક્તાએ કહ્યું હતું કે આ વર્ષે 485 કરોડ સેલ્સ ટેક્સ રૂપે મળવાની ધારણા હતી પરંતુ આ વરસે ડિસેમ્બરમાં દિલ્હીના 120 ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ વિવિધ કારણો અને આંદોલનોના પગલે બંધ હતા એટલે દારૂનું વેચાણ ધાર્યા મુજબ થયું નહોતું.
વર્ષના અન્ય મહિનાઓમાં આ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં મહિને 15 કરોડ રૂપિયાનો દારૂ વેચાય છે. ડિસેમ્બરમાં શરાબનું વેચાણ વધીને 22થી 25 કરોડનું થતું હોય છે. આ વર્ષે ઠંડીએ વર્ષોના રેકોર્ડ તોડ્યા હોઈ દારૂના વેચાણમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો.