કેરળ, પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્ય આ નવા કાયાદના વિરોધમાં છે. કેરળમાં મંગળવારે વિધાનસભામાં એક પ્રસ્તાવ પાસ કરીને આ વિવાદાસ્પદ બિલને વાપસ લેવાની માંગણી કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું હતું કે અમે જિલ્લાધિકારીના બદલે એક નવા પ્રાધિકારને નામિત કરવા અને આવેદન, દસ્તાવેજોની ચકાસણી તથા નાગરિકતા આપવાની બધી પ્રક્રિયા ઓનલાઇન કરવાનું વિચારી રહ્યા છીએ.
ગૃહ મંત્રાલયના અધિકારીએ કહ્યું હતું કે, જો બધી પ્રક્રિયા ઓનલાઇન બની જાય તો કોઈપણ સ્તરે રાજ્ય સરકારનો કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ કરશે નહીં. આ સિવાય ગૃહ મંત્રાલયના અધિકારીઓને સલાહ છે કે રાજ્ય સરકારો પાસે સીએએ ફગાવવાની કોઈ શક્તિ નથી કારણ કે આ અધિનિયમ સંવિધાનની સાતમી અનુસુચિની સંઘ સુચી પ્રમાણે બનાવી છે. મંત્રાલયના શીર્ષ અધિકારીએ કહ્યું હતું કે ફેડરલ લિસ્ટમાં સામેલ કોઈપણ કાનૂનને લાગુ કરવાથી ઇન્કાર કરવાની રાજ્યને કોઈ શક્તિ નથી.