નવી દિલ્હીઃ દેશમાં કોરોનાએ તાંડવ મચાવ્યું છે. દેશની આર્થિક રાજધાની દિલ્લીમાં (Delhi Corona Cases) દર ત્રીજો વ્યક્તિ પોઝિટિવ છે. ગઈકાલે દિલ્હીમાં 25,467 નવા કેસ આવ્યા હતા. દિલ્લીમાં સંક્રમિતોની સાથે મૃત્યુઆંક પણ સતત ઉંચે જઇ રહ્યો છે. અહીં દર ત્રીજ વ્યક્તિનો  રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યાં છે. રાજધાની દિલ્લીમાં કોરોના બેકાબૂ થતાં મુખ્યમંત્રી કેજરીવાલે આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી.દર્દીઓને પુરતી સારવાર સમયસર મળી રહે માટે ઓક્સિજન બેડ વધારવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.


દિલ્લીમાં કોરોનાનું સંક્રમણ ઝડપભેર વધતાં કેજરીવાલ સરકારે (Arvind Kejriwal Governent) કેન્દ્નને મદદ માટે અપીલ કરી છે. કેજરીવાલ સરકારે હોસ્પિટલમાં હાલ ઓક્સિજન બેડ વધારવાની કવાયત હાથ ધરી છે. મુખ્યમંત્રી કેજરીવાલે લોકોને બિન જરૂરી બહાર ન જવા અને કોવિડના નિયમોનું ચુસ્તાથી પાલન કરવા માટે અનરોધ કર્યો છે.


કુંભમાં (Kumbh Mela 2021) ગયેલા લોકો વધુ સંક્રમિત થઇ રહ્યાં હોવાનું સામે આવ્યું છે. તો કેજરીવાલ સરકારે કુંભમાંથી આવેલા લોકો માટે 14 દિવસનું ફરજિયાત ક્વોરન્ટાઇન આપ્યું છે. બીજી તરફ  કેજરીવાલ સરકારે હરિદ્વાર કુંભથી દિલ્હી પરત આવનારાઓ માટે 14 દિવસનું ક્વોરેન્ટાઈન ફરજિયાત કરી દીધું છે.


દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આદેશ પ્રમાણે જો તમે 4 એપ્રિલથી લઈને અત્યાર સુધીમાં કુંભ ગયા હોવ કે પછી 18 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન કુંભ જઈ રહ્યા છો તો તમારી સંપૂર્ણ જાણકારી, નામ, દિલ્હીનું એડ્રેસ, ફોન નંબર, આઈડી પ્રુફ, દિલ્હીથી જવાની તારીખ અને પરત આવવાની તારીખ વગેરે આદેશ જાહેર થયાના 24 કલાકની અંદર દિલ્હી સરકારની સાઈટ પર અપલોડ કરવાનું રહેશે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,73,180 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1619 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,44,178 લોકો ઠીક પણ થયા છે. 


કુલ કેસ-  એક કરોડ 50 લાખ 61 હજાર 919


કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 29 લાખ 53 હજાર 821


કુલ એક્ટિવ કેસ - 19 લાખ 29 હજાર 329


કુલ મોત - 1 લાખ 78 હજાર 769


 12 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 12 કરોડ 38 લાખ 52 હજાર 566 ડોઝ આપવામાં આવ્યા છે.