ચેન્નઈઃ દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.


મહારાષ્ટ્ર બાદ તમિલનાડુના મદુરાઈમાં પણ એક વ્યક્તિનું ડેલ્ટા પ્લસ વેરિયંટની મોત થયું છે. તમિલનાડુમાં ડેલ્ટા વેરિયંટના કારણે મોત થયાનો આ પ્રથમ કિસ્સો છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે આ જાણકારી આપી છે. તમિલનાડુના કલ્યાણ મંત્રી એમ સુબ્રમણ્યને કહ્યું કે ડેલ્ટા પ્લસ વેરિંટના ત્રણ નવા મામલા સામે આવ્યા છે. જેમાંથી બે સંક્રમણ મુક્ત થઈ ચુક્યા છે. ડેલ્ટા પ્લસના જે લોકો સંક્રમિત મળ્યા છે તેમાં ચેન્નઈની 32 વર્ષની એક નર્સ અને કાંચીપુર જિલ્લાની એક વ્યક્તિ સામેલ છે. મદુરાઈના દર્દીના મોત બાદ  તેમના નમૂના એકત્ર કરાયા હતા. જેની તપાસમાં ડેલ્ટા પ્લસ વેરિંયટના સંક્રમણની પુષ્ટિ થઈ હતી.


કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સચિવને જ્યાં જિલ્લામાં ઉચિત કાર્રવાઈ કરવાના નિર્દેશ આપ્યા છે.


જ્યાં ભીડ અને લોકો વધુ એકઠા થતા હોય ત્યાં મોટા પ્રમાણમાં ટેસ્ટીંગ, તાત્કાલિક ટ્રેસિંગ અને સાથે જ પ્રાથમિકતાના આધારે વેક્સિન લગાવવાના નિર્દેશ અપાયા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ પણ કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને સૌથી વધુ ચેપી ગણાવ્યો છે. વિશ્વના 85 દેશોમાં જોવા મળ્યો છે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ.


આરોગ્ય સંસ્થાએ ડબલ મ્યુટેન્ટ સ્ટ્રેને B.1.617.2ને ડેલ્ટા પ્લસ નામ આપ્યું છે. સૌથી પહેલા જેનેટિક ડેલ્ટા પલ્સને AY.1, નામથી ઓળખાયો હતો અને તે સૌ પ્રથમ માર્ચ મહિનામાં  યુરોપના દેશોમાં જોવા મળ્યો હતો. એપ્રિલ માસમાં ક્રમશ પાંચ કેસ યૂકેમાં ડેલ્ટા પ્લસના નોંધાયા હતા. મૂળ ડેલ્ટા કોરોનાવાયરસના એક અલગ સ્વરૂપ તરીકે જ ઓળખવામાં આવ્યો છે.  તેમાં કેટલાક વિશિષ્ટ પરિવર્તન દર્શાવવામાં આવ્યા હતા.  જે અન્ય વેરિયન્ટથી અલગ રીતે વર્તે છે. હાલ 80 દેશોમાં આ વાયરસ ફેલાઇ ચૂક્યો છે.