ભાઈ-બહેને છાપી આટલા કરોડની 2000ની નકલી નોટ, જાણી પોલીસ પણ ચોંકી
abpasmita.in | 01 Dec 2016 05:51 PM (IST)
મોહાલી: પંજાબના મોહાલીમાં 2000 ની નકલી નોટનું એક રેકેટ પકડવામાં આવ્યું છે જેણે તમામ લોકોના હોશ ઉડાડી દિધા છે. મોહાલીમાં 21 વર્ષના બીટેક સ્ટુડન્ટ અભિનવ વર્મા અને તેની 20 વર્ષની પિત્રાઈ બહેન વિશાખા વર્માએ એક સ્કેનરની મદદથી આશરે 3 કરોડની કિંમતની 2000 ની નકલી નોટ છાપવામા આવી છે. કારણ કે લોકોને નવી નોટની ઓળખ કરવા માટે કોઈ પર્યાપ્ત જાણકારી ન હતી જેના કારણે આશરે 2 કરોડના નોટ બજારમાં ચલાવી પણ દિધા છે. મોહાલીમાં સામે આવ્યું 2000 ની નકલી નોટ છાપવાનું અને બજારમાં ચલાવવાનું દેશનું આજ સુધીનું સૌથી મોટું રેકેટ. અભિનવ અને વિશાખાએ કોંપ્યૂટર અને સ્કેનરની મદદથી આ ધટનાને અંજામ આપ્યો હતો. તેમણે માત્ર ન નોટ છાપ્યા પરંતુ લોકોને જૂની નોટો લઈને તેમને નકલી નોટ આપી જેમાં 30 ટકા કમિશન પણ લીધુ હતું. એક કરોડના બ્લેકમની નોટ વાઈટ કરવા હોય તો તેઓ બીજી પાર્ટીને 70 લાખ આપતા હતા. તેઓ 2000ની નોટના બંડલમાં ઉપની બે નોટ અસલી રાખતા હતા જેના કારણે કોઈને શક ન જાય.