નવી દિલ્લી: કેંદ્ર સરકાર તરફથી 500 અને 1000 રૂપિયાની નોટ બેન કરવામાં નિર્ણય પર ગૃહમંત્રી રાજનાથ સિંહએ કહ્યું આ નિર્ણયના કારણે અમીર અને ગરીબ વચ્ચેનો ફર્ક ઓછા થશે. તેમણે આ નિર્ણયને જનતાના હિત માટે ગણાવી કહ્યું આના કારણે કાળુ નાણું બહાર આવશે.

ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું આ નિર્ણયથી ન માત્ર અમીર ગરીબ વચ્ચેનો ફર્ક ઓછો થશે પરંતુ આતંકવાદ, ઉગ્રવાદ, નક્સલવાદ પણ ઓછા થશે. રાજનાથ સિંહે કહ્યું હુ દેશની તમામ જનતાનો આભાર માનું છું. જનતા તમામ અસુવિધાઓ હોવા છતા આ નિર્ણયનું સ્વાગત કરે છે. ઉલ્લેખનિય છે કે પ્રધાનમંત્રી મોદીએ 8 નવેંબરના રોજ 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. જૂની નોટ બદલવા માટે સરકારે 50 દિવસનો સમય પણ આપ્યો છે. આ જાહેરાત બાદ એટીએમ અને બેંકોની બહાર ખૂબ જ મોટી લાઈનો લાગી છે.