નવી દિલ્લીઃ દેશમાં ડિમોનેટાઇઝેશનની પ્રક્રિયાના મામલે ચાલતી ધમાલ વચ્ચે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ગઇ કાલે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને મળવા પહોંચ્યા હતા. એ મુલાકાતની વિગત આપ્યા વિના રાષ્ટ્રપતિ ભવનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી વચ્ચેની મુલાકાત ૪પ મિનિટ ચાલી હતી. જો કે ડિમોનેટાઇઝેશનની પ્રક્રિયા શરૂ થયા બાદ બનેલી ઘટનાઓ બાબતે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિને માહિતગાર કર્યા હોવાનું માનવામાં આવે છે.


8 નવેંબરે નરેંદ્ર મોદીએ 500 અને 1000 ની નોટો પર પ્રતિબંધ મુકી દીધો હતો. આતંકવાદ, ભ્રષ્ટાચાર અને કાળાનાણાં પર નિયંત્રણ લાવવા માટે કેદ્ર સરકારે 500 અને 1000 ની નોટો રાતો રાત બંધ કરી દીધી હતી. જેના લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યા છે.

આ પહેલા નોટો પર પ્રતિબંધને લઇને વિરોધ પક્ષોએ પણ સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ આ મામલે આવેદન આપી દખલગીરી કરવા જણાવ્યું હતું. વિરોધીઓમાં મમતા બેનર્જી, ફારુક અબ્દુલા, આપના ભગવંત માન સહિતના બીજા સાંસદો જોડાયા હતા.