Dengue in Uttarakhand: દેશભરમાં હવે ધીમે ધીમે ડેન્ગ્યૂના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, ગુજરાતમાં પણ ડેન્ગ્યૂને લઇને પરિસ્થિતિ વિકેટ બની રહી છે, ઠેર ઠેર ડેન્ગ્યૂના દર્દીઓ જોવા મળી રહ્યાં છે. આ બધાની વચ્ચે હવે ઉત્તરાખંડમાં ડેન્ગ્યૂ કહેર વર્તાવ્યો છે. ઉત્તરાખંડમાં રહેતા લોકોની મુશ્કેલી અટકવાનું નામ નથી લઈ રહી. ભૂતકાળમાં ભારે વરસાદનો સામનો કર્યા બાદ હવે ઉત્તરાખંડમાં ડેન્ગ્યૂએ એન્ટ્રી મારી છે. જેના કારણે રાજધાની દેહરાદૂનમાં હોબાળો છે. હકીકતમાં, ઉત્તરાખંડમાં જ્યાં ડેન્ગ્યૂના દર્દીઓની સંખ્યા 600ને વટાવી ગઈ છે. બીજીબાજુ દેહરાદૂનમાં ડેન્ગ્યૂના દર્દીઓની સંખ્યા સૌથી વધુ 418 છે. જેને દરેકની ચિંતા વધારી દીધી છે.
હાલમાં વરસાદ બાદ જ્યાં જ્યાં નદી-નાળાઓમાં ભરાવો થયો છે, સાથે જ નદીઓના જળસ્તરમાં ઘટાડો થતાં રોગચાળાનો ખતરો વધી ગયો છે. આવામાં રાજધાની દેહરાદૂનમાં સૌથી વધુ 418 ડેન્ગ્યૂના દર્દીઓ સામે આવતા વહીવટી અધિકારીઓ એલર્ટ થઈ ગયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના હરિદ્વાર, ઉધમ સિંહ નગર અને દેહરાદૂન જિલ્લા ડેન્ગ્યૂથી સૌથી વધુ પ્રભાવિત છે.
ઉત્તરાખંડમાં વધ્યો ડેન્ગ્યૂનો કહેર -
ઉત્તરાખંડના આરોગ્ય વિભાગની ટીમના જણાવ્યા અનુસાર, ડેન્ગ્યૂ હવે રાજ્યમાં ફેલાવાની તૈયારીમાં જોવા મળી રહ્યો છે. કારણ કે આરોગ્ય વિભાગની ટીમને દેહરાદૂનમાં 7 હજારથી વધુ સ્થળોએ ડેન્ગ્યૂના લારવા મળ્યા છે. આ વાતની જાણ થતાં સ્થાનિક લોકો આગામી સમયમાં ડેન્ગ્યૂને લઈને સંપૂર્ણ સતર્ક બની ગયા છે. ત્યારે આરોગ્ય વિભાગની ટીમે લાર્વાનો નાશ કરવા માટે ફોગીંગની સાથે એન્ટી લારવા કેમિકલનો છંટકાવ શરૂ કર્યો છે.
પર્વતીય જિલ્લાઓમાં ના મળ્યો ડેન્ગ્યૂ સંક્રમિત -
આરોગ્ય વિભાગના રિપોર્ટ અનુસાર એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આશા વર્કર અને સ્વયંસેવકોએ 20 હજારથી વધુ ઘરોનો સર્વે કર્યો છે. જે દરમિયાન 7 હજારથી વધુ ડેન્ગ્યૂના લારવા સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ દહેરાદૂનમાં ડેન્ગ્યુના ચેપના ઝડપથી પ્રસારને કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યૂના દર્દીઓની સંખ્યા વધવા લાગી છે, આ બધાની વચ્ચે રાહતની વાત એ છે કે સાત પર્વતીય જિલ્લાઓમાં ડેન્ગ્યૂનો એક પણ કેસ નોંધાયો નથી. .