નવી દિલ્લી: સરકારે સ્પષ્ટ કર્યું છે કે બેંકોમાં જૂની 500 અને 1,000 રૂપિયાની નોટ જમા કરાવવા પર ટેક્ષમાંથી કોઈ પણ પ્રકારની રાહત નહી મળે. અને સરકારના આ નિર્ણયથી કાળા નાણા પર કાયદો લાગૂ કરી દીધો છે.

સરકારે મંગળવારે 500 અને 1,000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. કાળા નાણા. ભ્રષ્ટાચાર અને નકલી નોટો પર લગામ લગાવવા માટે સરકારે આ કદમ ઉઠાવ્યું છે. નાણા મંત્રી અરૂણ જેટલીએ આજે કહ્યું કે, ઉંચા મૂલ્યની નોટોને બેંકમાં જમા કરાવીને નવી અને નાના મૂલ્યની નોટ મેળવી શકાય છે.

જેટલીએ કહ્યું, આ પુરી રીતે સ્પષ્ટ છે કે આ કોઈ માફી યોજના નથી. કોઈ રકમ ભરવા પર ટેક્ષમાંથી કોઈ પણ પ્રકારની રાહત નહી મળે. એવી સંપત્તિના સ્ત્રોત પર જરૂરી કાયદો લાગૂ પડશે.