નવી દિલ્હી: દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયા પીએમ હાઉસની સામે સરન્ડર કરવા રવાના થયેલા પોલીસે મનીષ સિસોદીયા અને આપના ધારાસભ્યોની અટકાયત કરી હતી. ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયા વિરુદ્ધ ફળ અને શાકભાજી વિભાગના પ્રધાન અને અન્ય લોકોએ ફરિયાદ દાખલ કરી છે. ગાજીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદમાં આરોપ છે કે, સિસોદીયાએ વેપારીઓને ધમકાવ્યા છે. જોકે હાલ સિસોદિયા સામે કોઈ કેસ દાખલ કરવામાં આવ્યો નથી.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ઉપમુખ્ય મંત્રી મનિષ સિસોદીયા આજે પીએમ હાઉસની સામે સરન્ડર કરશે. ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ ટ્વિટ કરીને કહ્યું ચે કે, મોદીજી તમારી દુશ્મની અમારી સાથે છે તો અમારી ધરપકડ કરી લો પરંતુ દિલ્હીનું કામ ન રોકશો. અમે બધા તમારી સામે સરન્ડર થવા આવી રહ્યા છીએ.