શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું, જનતાનો મિજાજ આ સર્વેમાં સામે આવ્યો છે. જે કાળમાં લોકો મોટી પીડામાંથી પસાર થઈ રહ્યા હતા ને બીજપી નેતા પ્રદર્શન કરતા હતા ત્યારે ઉદ્ધવ સરકારે પૂરી જવાબદારીથી કામ કર્યુ છે.
દેશના 31 મુખ્યમંત્રીઓમાંથી સૌથી સારા અને સૌથી ખરાબ મુખ્યમંત્રી કોણ છે ? આ સવાલને લઈને તમારી ચેનલ એબીપી ન્યૂઝે દેશનો મૂડ જાણવાની કોશિશ કરી છે. સર્વેમાં સૌથી સારા 3 મુખ્યમંત્રીઓમાં ભાજપના મુખ્યમંત્રી સામેલ નથી.
સર્વે મુજબ, ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક દેશના સૌથી પોપ્યુલર મુખ્યમંત્રી છે. આ યાદીમાં બીજુ નામ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું છે અને ત્રીજુ નામ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીનું છે.
જ્યારે, બીજી તરફ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવત, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટ્ર અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને પોત-પોતાના રાજ્યોમાં લોકોએ ખૂબ જ ઓછા પસંદ કર્યા છે. એટલે કે ત્રણેયની લોકપ્રિયતા ઓછી છે. સર્વેક્ષણમાં સામેલ 11 રાજ્યોના મુખ્યમંત્રીઓની લોકપ્રિયતા સરેરાશ કુલ મુખ્યમંત્રીઓની 42.8 ટકા છે.
સૌથી સારા મુખ્યમંત્રી કોણ
ટોપ 10
- ઓરિસ્સા- નવીન પટનાયક
2. દિલ્હી -અરવિંદ કેજરીવાલ
3. આંધ્ર પ્રદેશ- જગન મોહન રેડ્ડી
4. કેરળ - પી વિજયન
5.મહારાષ્ટ્ર- ઉદ્ધવ ઠાકરે
6. છત્તીસગઢ- ભૂપેશ બઘેલ
7. પશ્ચિમ બંગાળ - મમતા બેનર્જી
8.મધ્ય પ્રદેશ - શિવરાજ સિંહ ચૌહાણ
9. ગોવા - પ્રમોદ સાવંત
10.ગુજરાત- વિજય રૂપાણી
દેશના 5 સૌથી ખરાબ મુખ્યમંત્રી
1. ઉત્તરાખંડ - ત્રિવેંદ્ર સિંહ રાવત
2.હરિયાણા- મનોહર લાલ ખટ્ટર
3.પંજાબ- કેપ્ટન અમરિંદર સિંહ
4.તેલંગણા- કે ચંદ્રશેખર રાવ
5.તમિલનાડુ- કે પલાની સામી
ઓરિસ્સા, દિલ્હી અને આંધ્ર પ્રદેશમાં સૌથી લોકપ્રિય નેતા છે. ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને બિહાર સહિત ત્રણ મોટા ભાજપ શાસિત રાજ્યોની સરેરાશ રાષ્ટ્રીય સરેરાશથી નીચે છે.