આ ઘટનાક્રમ એવા સમયે આવ્યો છે, જ્યારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમા કૉંગ્રેસ-એનસીપી અને શિવસેનાના ગઠબંધનથી સરકાર બની છે. ફડણવીસ નાગપુરના ધારાસભ્ય છે. મેજિસ્ટ્રે્ટ કોર્ટે 1 નવેમ્બરે અરજી પર સુનાવણી શરૂ કરી હતી. જેમાં ફડણવીસ પર કથિત રીતે માહિતી છૂપાવવા માટેવા આરોપમાં ગુનાહિત કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.
વકીલ સતીશ ઉકેએ કોર્ટમાં અરજી દાખલ કરીને ફડણવીસ વિરુદ્ધ ગુનાહિત કાર્યવાહી કરવાની માંગ કરી હતી. બોમ્બે હાઈકોર્ટે વકીલની અરજી ફગાવી દેતા નીચલી કોર્ટમાં આ નિર્ણયને યથાવત રાખ્યો હતો. ફડણવીસ વિરુદ્ધ 1996 અને 1998માં છેતરપિંડી અને બનાવટના મામલા નોંધાયા હતા. પરંતુ બન્ને મામલામાં આરોપ નક્કી થયા નથી.
ઉલ્લેખનીય છે કે, 23 નવેમ્બરે ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. પરંતુ સરકાર 80 કલાક જ ટકી હતી. શિવસેના-કૉંગ્રેસ-એનસીપીની અરજી પર સુપ્રીમ કોર્ટે બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ ફ્લોર ટેસ્ટ પહેલા જ નાયબ મુખ્યમંત્રીના પદ પરથી અજીત પવારના રાજીનામાં બાદ ફડણવીસે પણ રાજીનામું આપી દીધું હતું.